નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની મુલાકાત લેશે. અહીં તેઓ રેલવેના 294 કિમી લાંબા રેલ ખંડના વિદ્યુતિકરણનું કાર્ય દેશને સમર્પિત કરશે. વડાપ્રધાન કાર્યાલયથી શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવાયું કે તેઓ હિજલી-નારાયણગઢ વચ્ચે ત્રીજી રેલ લાઈન પણ દેશને સમર્પિત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિવેદનમાં કહેવાયું છે કે વડાપ્રધાન મોદી શનિવારે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં 294 કિમી લાંબા અંડાલ-સેંથિયા-પાકુર-માલદા તથા ખાના-સેંથિયા રેલ સેક્શનનુ વિદ્યુતિકરણ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમાં કહેવાયું છે કે આ ખંડના વિદ્યુતિકરણથી ઉત્તર અને પૂર્વ ભારતમાં કોલસા, પથ્થરના ચિપ્સ અને અન્ય પરિવહનમાં સરળતા થશે. 


વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ: મળવાપાત્ર ખેડૂતોને માર્ચના પહેલા સપ્તાહમાં મળશે આટલા રૂપિયા


અત્રે જણાવવાનું કે આ અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ પ્રદેશમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરતા 23 જાન્યુઆરીના રોજ માલદામાં રેલી કરી હતી. 


પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 19 જાન્યુઆરીના રોજ વિપક્ષે પોતાની એકજૂથતા બતાવવા માટે મહાગઠબંધનની રેલી કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ યોજેલી આ રેલીમાં 24 પાર્ટીઓના નેતાઓ સામેલ થયા હતાં. આ રેલીમાં સામેલ થવા માટે બિહારથી આરજેડીના નેતા તેજસ્વી યાદવ, ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિન્હા, અરવિંદ  કેજરીવાલ અને શરદ યાદવ કોલકાતા પહોંચ્યા હતાં. બધાએ ભેગા મળીને ભાજપ પર પ્રહારો કર્યા હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...