નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) G7 શિખ સંમેલન (G-7 Summit) માં ભાગ લેશે. G7 ના ત્રણ સત્રોમાં પીએમ મોદીનું સંબોધન હશે. આ કડીમાં તે આજે 12 જૂન એટલે કે શનિવારે અને આવતીકાલે રવિવારે 13 જૂનના રોજ પણ આયોજનમાં સામેલ થશે. આ વર્ષે 2021 ના આ સંમેલનમાં પીએમ મોદીના કુલ 3 સંબોધન હશે. જેમને ભારત સાથે વૈશ્વિક દ્વષ્ટિએ પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 સત્રમાં પીએમનું સંબોધન
સમિટમાંથી મળતી માહિતી અનુસાર પીએમના સંબોધનમાં કોરોનાકાળમાં મજબૂતી સાથે દુનિયાની પહેલા જેવી વાપસી અને પર્યાવરણના મુદ્દાઓ પર ફોકસ રહેશે. ઝી ન્યૂઝના સહયોગી આંતરરાષ્ટ્રીય ચેનલ વિઓન (Wion) ના રિપોર્ટ અનુસાર આ વખતે કારણ કે G7 નું નેતૃત્વ બ્રિટન (UK) કરી રહ્યું છે. એવામાં પીએમ મોદીના આ ત્રણેય મહત્વપૂર્ણ સત્રોમાં થનાર સંબોધન પર આખી દુનિયાની નજર રહેશે. 

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી પકડાયેલા ચીની જાસૂસ સાથે પૂછપરછમાં થયો મોટો ખુલાસો, બે વર્ષમાં 1300 ભારતીય સિમ લઇ ગયા છે ચીન


આ વિષયો પર રહેશે ફોકસ
જી-7 માં બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટલી, અને જાપાન સાથે યૂરોપીય સંઘ સામેલ થશે. શિખર સંમેલનની મેજબાની કરતાં જોનસને કહ્યું કે આ જોવું ખરેખર સુખદ છે કે ગત વર્ષે મહામારી બાદથી પહેલી વાર પ્રત્યક્ષ રીતે કોઇ મોટું આયોજન થઇ રહ્યું છે. ભારત સાથે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને અતિથિ દેશ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી શનિવારે અને રવિવારે ડિજિટલ માધ્યમથી ત્રણ સત્રને સંબોધિત કરશે. 


આ વખતે જી 7 કોરોના વાયરસ, ફ્રી ટ્રેડ અને પર્યાવરણ પર વિસ્તારપૂર્વક ચર્ચા થવાની છે. વધુ ફોકસ એ વાત પર રહેશે કે કેવી રીતે દુનિયાને કોરોના મહામારીથી મુક્ત કરાવવી છે અને પછી એક મજબૂત વાપસી કરવી છે. 

ચીને ભારતમાં બનાવી પોતાની 'સાઇબર આર્મી', ડેટા ચોરવાની સાથે 150 કરોડની છેતરપિંડી


2019 માં ભારત બન્યું ગુડવિલ પાર્ટનર
પીએમ મોદીને પણ વર્ષ 2019માં ગુડવિલ પાર્ટનરના રૂપમાં જી 7 નો ભાગ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2020માં પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે કોરોનાના લીધે સંમેલનને રદ કરવું પડ્યું હતું. આ વર્ષે સંમેલનની વાત કરીએ તો બ્રિટિશ પીએમ બોરિશ જોનસને મહામારીમાંથી સીખ લેવાના સંદેશ સાથે કોર્નવાલમાં શુક્રવારે જી-7 શિખર સંમેલનનું ઉદઘાટન કરવાની સાથે આગાહ કર્યા કે 2008ની અંતિમ મોટી આર્થિક મંદીની ભૂલને ફરીથી દોહરાવવાની જરૂર નથી. જ્યારે સમાજના તમામ ભાગમાં એક સમાન વિકાસ થઇ રહ્યો નથી. 


જોનસને ઉદઘાટન સંબોધનમાં કહ્યું કે 'મને લાગે છે કે આ બેઠક એટલા માટે થઇ રહી છે કે કારણ કે આપણે મહામારીમાંથી સીખ લેવાની જરૂર છે. આપણે સુનિશ્વિત કરવું પડશે કે આપણે તે ભૂલ કરીશું નહી જે આપણે ગત 18 મહિનામાં કરી અને આપણે અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવાના ઉપાય કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube