બેંગ્લુરુ: ચંદ્રયાન 2 મિશન હેઠળ ચંદ્ર પર મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડરનો સંપર્ક ભારતીય અંતરીક્ષ અનુસંધાન (ઈસરો)ના વૈજ્ઞાનિકો સાથે લેન્ડિંગ પહેલા જ તૂટી ગયો છે. આ મિશન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરોના કંટ્રોલ સેન્ટરથી દેશને અને વૈજ્ઞાનિકોને સંબોધન કર્યું અને તેમનો જુસ્સો વધાર્યો. પીએમ મોદી વિક્રમના લેન્ડિંગની ઐતિહાસિક પળને 70 વિદ્યાર્થીઓ સાથે ઈસરોના કન્ટ્રોલ સેન્ટર પર હાજર રહીને લાઈવ જોઈ રહ્યાં હતાં. પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કહ્યું કે તમને બધાને આવનારા મિશન માટે હું ખુબ ખુબ શુભકામનાઓ આપું છું. મને તમારા પર વિશ્વાસ છે. મારા કરતા પણ તમારા સંકલ્પ ખુબ ઊંડા છે. તમે સ્વયં પ્રેરણાનો સમુદ્ર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યું કે જ્યારે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો તો તમે લોકો હલી ગયા હતાં, હું જોઈ રહ્યો હતો. તમે લોકો મા ભારતનું માથું ઊંચુ કરવા માટે તમારું આખું જીવન ખપાવી દો છો. તમે લોકો છેલ્લી કેટલીક રાતોથી સૂતા નથી. ભલે થોડી અડચણો આવી પરંતુ તેનાથી આપણો જુસ્સો ઓછો થયો નથી. પરંતુ વધુ મજબુત થયો છે. 


પીએમ મોદીએ કહ્યું કે આપણને આપણા વૈજ્ઞાનિકો અને અંતરીક્ષ મિશન પર પૂરેપૂરો ગર્વ છે. તે તમારા લોકોના સમર્પણના કારણે આગળ વધી રહ્યું છે. આપણો સંકલ્પ વધુ મજબુત થયો છે. આ ઉપરાંત પણ અનેક નવા સ્થાન છે જ્યાં આપણે જવાનું છે અને ત્યાં શોધખોળ કરવાની છે. હું વૈજ્ઞાનિકોને કહેવા માંગીશ કે ભારત તમારી સાથે છે. વૈજ્ઞાનિકોને પીએમ મોદીએ કહ્યું કે તમારા લોકોના જ પ્રયત્નો છે કે જેના કારણે આપણે પહેલા જ પ્રયત્નમાં મંગળ ગ્રહ પર મંગળયાન પહોંચાડ્યું. આપણા ચંદ્રયાન-1 એ દુનિયાને ચંદ્ર પર પાણી હોવાની જાણકારી આપી હતી. 


વિક્રમ લેન્ડરનો ચંદ્રથી 2.1 કિમી દૂર સંપર્ક તુટી ગયો, વૈજ્ઞાનિકો પર દેશને ગર્વઃ મોદી


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...