મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે આજે `મન કી બાત` કરશે PM નરેંદ્ર મોદી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ભૂકંપ વચ્ચે વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આજે સવારે 11 વાગે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ `મન કી બાત` દ્બારા દેશને સંબોધિત કરશે. પીએમ મોદી 59મી વાર પોતાના બીજા કાર્યકાળમાં 6ઠ્ઠી વાર `મન કી બાત` કરવા જઇ રહ્યા છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ભૂકંપ વચ્ચે વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આજે સવારે 11 વાગે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્બારા દેશને સંબોધિત કરશે. પીએમ મોદી 59મી વાર પોતાના બીજા કાર્યકાળમાં 6ઠ્ઠી વાર 'મન કી બાત' કરવા જઇ રહ્યા છે.
મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેની જાણકારી આપી. નરેંદ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે સવારે 11 વાગે ટ્યૂન કરો મન કી બાત'. તેને ઓલ ઇન્ડીયા રેડિયો, ડીડી અને નરેંદ્ર મોદી એપ પર સાંભળી શકાશે. આ ઉપરાંત આકાશવાણીમાં હિંદીમાં પ્રસારિત થયા બાદ 'મન કી બાત' કાર્યક્રમ સ્થાનિક ભાષાઓમાં પ્રસ્તારિત કરવામાં આવશે. શ્રોતાગણ 1922 પર મિસ્ડ કોલ કરી મોબાઇલ પર પણ રેડિયો કાર્યક્રમ સાંભળી શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube