નવી દિલ્હી: QUAD નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ બેઠક 3 માર્ચ 2022ના રોજ યોજાઈ છે. પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે ક્વાડ નેતાઓની બેઠકમાં ભાગ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દે થઈ શકે છે ચર્ચા
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ બેઠકમાં હિન્દ પ્રશાંતમાં મહત્વપૂર્ણ વિકાસ અંગે  ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ક્વાડના નેતાઓ સમકાલીન અને સકારાત્મક એજન્ડાના ભાગ તરીકે ઘોષિત લીડર્સની પહેલને લાગૂ કરવા માટે ચાલી રહેલા પ્રયાસોની પણ સમીક્ષા કરશે. જો કે વિદેશ મંત્રાલયે એ વાતની પુષ્ટિ કરી નથી પણ ચર્ચા છે કે આ બેઠકમાં રશિયા-યુક્રેન સંકટ ઉપર પણ ચર્ચા થઈ શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube