નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-16 સપ્ટેમ્બરે શંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના શિખર સંમેલનમાં સામેલ થવા માટે ઉઝ્બેકિસ્તાન જઈ રહ્યાં છે. વિદેશ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર શિખર સંમેલનમાં એસસીઓ સભ્ય દેશોના નતા, પર્યવેક્ષક દેશો, એસસીઓના મહાસચિવ, એસસીઓ પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું (આરટીએસ) ના કાર્યકારી ડાયરેક્ટર, તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ અને અન્ય આમંત્રિત અતિથિ સામેલ થશે. તેનું આયોજન સમરકંદમાં કરવામાં આવી રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્જિયોયેવના નિમંત્રણ પર, પ્રધાનમંત્રી મોદી એસસીઓના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદની 22મી બેઠકમાં ભાગ લેવા માટે 15-16 સપ્ટેમ્બરે સમરંકદની યાત્રા કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શિખર સંમેલન દરમિયાન નેતાઓ દ્વારા છેલ્લા બે દાયકામાં સંગઠનની ગતિવિધિઓની સમીક્ષા કરવા અને રાજ્ય અને ભવિષ્યમાં બહુપક્ષીય સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરવાની આશા છે. 


જિનપિંગને મળશે પીએમ?
પ્રધાનમંત્રી મોદી શિખર સંમેલન સિવાય દ્વિપક્ષીય બેઠક પણ કરે તેવી સંભાવના છે. આ સંગઠનમાં આઠ દેશ સામેલ છે. આ દેશ છે ભારત, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને તઝાકિસ્તાન. 2019માં બ્રાઝીલમાં બ્રિક્સ સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગની મુલાકાત થઈ હતી. પરંતુ 2020માં સરહદ પર તણાવ વધી ગયો અને ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે કોઈ મુલાકાત થઈ નથી. આ વખતે હજુ સુધી દ્વિપક્ષીય બેઠક વિશે કોઈ સત્તાવાર વાત કરવામાં આવી નથી. 


આ પણ વાંચોઃ NCP: 'શરદ પવાર નહીં બને વિપક્ષનો ચહેરો, PM પદના ઉમેદવાર પણ નહીંઃ પ્રફુલ પટેલ  


પરંતુ સમાચાર આવ્યા કે ગોગરા હોટ સ્પ્રિંગ્સના પેટ્રોલિંગ પોઈન્ટ 15થી બંને દેશોએ પોત-પોતાની સેનાઓને પાછળ હટાવવાનું શરૂ કરી દીધુ છે. 16માં રાઉન્ડની સૈન્ય વાર્તાઓ બાદ આ સહમતિ બની છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે એલએસી પર બધુ બરાબર છે. જાણકાર એટલો અંદાજ લગાવી રહ્યાં છે કે એસસીઓ સંમેલન પહેલા બનેલી સહમતિ તે વાત તરફ ઇશારો કરે છે કે બંને નેતા મળી શકે છે. તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. 


શાહબાઝ શરીફ પણ પહોંચશે
પ્રધાનમંત્રી બન્યા બાદ શાહબાઝ શરીફ અને પીએમ મોદી વચ્ચે કોઈ મુલાકાત થઈ નથી. હવે એસસીઓ સંમેલનમાં કોઈ દ્વિપક્ષીય વાર્તા થશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, કારણ કે શનિવાર સુધી ભારત અને પાકસ્તાન વચ્ચે કોઈ સત્તાવાર વાત થઈ નથી. પાકિસ્તાન આ દિવસોમાં પૂર અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. હવે જોવાનું છે કે આ શિખર સંમેલનમાં બંને દેશના નેતાઓ મળશે કે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube