શનિવારે PM મોદી ચાલુ કરશે સ્વચ્છતા જ સેવા અભિયાન, દેશની અનેક હસ્તીઓ લેશે ભાગ
PM મોદીએ દેશવાસીઓને અભિયાનમાં ભાગ લેવા માટેની અપીલ કરી છે જેથી દેશને સ્વચ્છ બનાવી શકાય
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે સ્વચ્છતા જ સેવા અભિયાન ચાલુ કરવાનાં છે. આગામી 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150મી જયંતી છે અને આ પ્રસંગે વડાપ્રધાન મોદી આ ખાસ અભિયાન ચાલુ કર્યું છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓનાં આ અભિયાનમાં જોડાવા માટેની અપીલ કરી છે. જેતી દેશને સ્વચ્છ બનાવી શકાય. મળતી માહિતી અનુસાર દેશના 18 અલગ અલગ સ્થળો પર સવારે 9.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાન મોદી આ અભિયાનની શરૂઆત કરશે. આ સ્વચ્છતા અભિયાનમાં અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય, માધુરી દીક્ષિતથી માંડીને મોહન લાલ અને મમૂટી જેવા સ્ટાર પણ ભાગ લેશે.
બોલિવુડના મોટા માથાઓએ વડાપ્રધાનને લખ્યો પત્ર
દેશનાં જેલ 18 સ્થલો પર આ અભિયાન ચાલુ થવા જઇ રહ્યું છે તેમાં મેહસાણા, ડિબ્રુગઢ, મુંબઇ, કોઇમ્બતુર, નોએડા, સિક્કિમ, દંતેવાડા, સલેમ, ફતેહપુર, પટના સાહેબ, રાજગઢ, માઉન્ટ આબુ, સિમડેગા, કોચ્ચિ, બેંગ્લોર, બિઝનોર, અજમેર અને રેવાડીનો સમાવેશ થાય છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે PM પોતે પણ આ પ્રસંગે શ્રમદાન કરી શકે છે.
વડાપ્રધાને સ્વચ્છતા અભિયાન મુદ્દે બોલિવુડથી માંડીને મલયાલમ ફિલ્મ સ્ટાર્સને પણ પત્ર લખ્યો છે. બોલિવુડમાં વડાપ્રધાને અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર, સલમાન, દીપિકા પાદુકોણ અને માધુરી સહિતના પ્રખ્યાત કલાકારોને આ અભિયાન સાથે જોડાવા માટે અપીલ કરી ચુક્યા છે. ઉપરાંત ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાંથી પણ રવિ કિશન, માલિની અવસ્થી, શારદા સિન્હા અને મનોજ તિવારીને આ અભિયાનમાંજોડાવા માટેની અપીલ કરી ચુક્યા છે.
રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રા કરસે સફાઇ અભિયાનની શરૂઆત
રાજ્યસભા ડૉ. સુભાષ ચંદ્રા બે દિવસ માટે હિસારની મુલાકાતે પધાર્યા છે. આ તરફ ડૉ. સુભાષ ચંદ્રા એક ડઝન કરતા વધારે કાર્યક્રમમાં ભાગ લેશે. પહેલા દિવસે પણ ઘણા કાર્યક્રમોનું આયોજન થશે. મુખ્ય કાર્યક્રમની વાત કરીએ તો દેશમાં શરૂ કરવામાં આવી રહેલ સ્વચ્છતા જ સેવા અભિયાનમાં રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રા પણ પોતાનું શ્રમદાન કરશે. હિસારનાં લાહોરિયા ચોકથી ડૉ. સુભાષ ચંદ્રા પોતે જાડુ લગાવીને અભિયાનનું 15 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે શરૂઆત કરશે. ડૉ.ચંદ્રા પોતાનાં કાર્યકરો સહિત સમગ્ર વિસ્તારને સવચ્છ કરવામાં યોગદાન આપશે.