નવી દિલ્હીઃ પૂર્વોત્તરના મુખ્યમંત્રીઓની સાથે કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા કર્યા બાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 જુલાઈએ સવારે 11 કલાકે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરલના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીની આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વોત્તરના મુખ્યમંત્રીઓને કોરોના પર પીએમની સલાહ
પ્રધાનમંત્રી મોદીએ આજે કોરોનાની સંભાવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતા કોરોનાના ખતરાને સમજાવતા કહ્યું કે, આપણે પહેલાથી વધુ સતર્ક રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે, માઇક્રોકન્ટેઇન્ટમેન્ટ ઝોન બનાવો, જેનાથી જવાબદારી પણ નક્કી થશે. તેમણે કહ્યું કે, આ વાયરસ બહુરૂપી છે, તેના મ્યૂટેન્ટથી આપણે સાવધાન રહેવું પડશે. તેમણે કહ્યું કે, કોરોનાને રોકવા અને સારવાર પર ફોકસ કરવાનું છે. 


પ્રધાનમંત્રીએ કહ્યું- આપણે કોરોના વાયરસના દરેક વેરિએન્ટ પર પણ નજર રાખવી પડશે. મ્યૂટેશન બાદ તે કેટલો પરેશાન કરશે, તે વિશે નિષ્ણાંતો સતત અભ્યાસ કરી રહ્યાં છે. તેવામાં તેને રોકવો અને સારવાર ખુબ જરૂરી છે.


આ પણ વાંચોઃ Coronavirus: ભારતની પ્રથમ કોવિડ-19 દર્દીને ફરી થયો કોરોના, અધિકારીઓએ કહ્યું- ચિંતાની વાત નથી


પીએમ મોદીએ પર્યટકોને ચેતવ્યા
પીએમ મોદીએ કહ્યું કે લોકો તર્ક આપી રહ્યા છે કે ત્રીજી લહેર પહેલા તેઓ ઘૂમી રહ્યા છે. પરંતુ ત્રીજી લહેર પોતે નહીં આવે તેને આ રીતે લાવવામાં આવશે. રસીકરણ મામલા આપણે દરેકને જાગૃત કરવા પડશે. 


છેલ્લા એક અઠવાડિયામાં પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થયો છે. સ્થિતિ એવી છે કે દરેક પાંચમાંથી ત્રીજો જિલ્લો એવો છે જ્યાં પોઝિટિવિટી રેટ દસ ટકા ઉપર છે. 


સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે ચેતવણી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 5થી 11 જુલાઈ વચ્ચે દેશમાં લગભગ 58 જિલ્લા એવા છે, જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકા કરતા વધુ હતો. જેમાંથી 37 જિલ્લા પૂર્વોત્તર રાજ્યના છે. આ જ કારણ હતું કે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ તમામ રાજ્યોની સામે ચિંતા વ્યક્ત કરાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube