Corona ની સ્થિતિની સમીક્ષા કરશે PM મોદી, કાલે આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ઉત્તર-પૂર્વી રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.
નવી દિલ્હીઃ Coronavirus Updates: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ઉત્તર-પૂર્વી રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરશે. અસમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક આવતીકાલે સવારે 11 કલાકે યોજાશે.
અરૂણાચલ પ્રદેશમાં કોવિડ-19ના સોમવારે 254 કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. અસમમાં રવિવારે કોરોનાના 1579 કેસની પુષ્ટિ થઈ હતી અને 16 લોકોના નિધન થયા હતા. નાગાલેન્ડમાં રવિવારે 78 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 25976 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 507 દર્દીઓના મોત થયા છે.
સિક્કિમમાં રવિવારે કોરોના સંક્રમણના 144 કેસ સામે આવ્યા અને બે લોકોના નિધન થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 22307 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 315 લોકોના મૃત્યુ થયા છે.
આતંકીઓના નિશાના પર હતા રામ મંદિર સહિત આ ધાર્મિક સ્થળ, ATS ની પૂછપરછમાં ખુલાસો
24 કલાકમાં 724 લોકોના મોત
કોરોનાએ 24 કલાકમાં દેશભરમાંથી 724 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોની થયેલા મોતનો કુલ આંકડો હવે 4,08,764 પર પહોંચી ગયો છે.
રસીના 12 લાખથી વધુ ડોઝ અપાયા, રિકવરી રેટ 97 ટકા ઉપર
હાલ રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં રસીના કુલ 12,35,287 ડોઝ અપાયા છે. આ સાથે અત્યાર સુધીમાં અપાયેલા કુલ ડોઝની સંખ્યા 37,73,52,501 પર પહોંચી છે. દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 97.22% થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube