પાકિસ્તાનના હવાઈ માર્ગનો ઉપયોગ નહીં કરે પીએમ મોદી, ઓમાનના રસ્તે જશે બિશ્કેક
પાકિસ્તાને મંગળવારે વડાપ્રધાન મોદીના વિમાનને પોતાના હવાઈ માર્ગમાંથી ઉડ્ડયન ભરવાની મંજૂરી આપવાની ભારતની વિનંતીનો `સૈદ્ધાંતિક રીતે` સ્વીકાર કર્યો હતો, હવે પીએમ મોદીએ પાકિસ્તાનના હવાઈ માર્ગનો ઉપયોગ કરવાનો ઈનકાર કરી દીધો છે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ જવા માટે પાકિસ્તાનના હવાઈ માર્ગનો ઉપયોગ કરશે નહીં. પીએમ મોદીને કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં જવાનું છે, જ્યાં તેઓ 13 અને 14 જૂનના રોજ યોજાનારી 'શંઘાઈ સહયોગ સંગઠન'(SCO)ની બેઠકમાં ભાગ લેવાના છે. પાકિસ્તાને મંગળવારે વડાપ્રધાન મોદીના વિમાનને પોતાના હવાઈ માર્ગમાંથી ઉડ્ડયન ભરવાની મંજૂરી આપવાની ભારતની વિનંતીનો 'સૈદ્ધાંતિક રીતે' સ્વીકાર કર્યો હતો.
જોકે, હવે પીએમ મોદીએ પાકિસ્તાનના હવાઈ માર્ગનો ઉપયોગ કરવાનો ઈનકાર કરી દીધો છે. એવું કહેવાય છે કે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના દેશોના માર્ગે થઈને કિર્ગીસ્તાનના બિશ્કેક જશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના દ્વારા જૈશ-એ-મોહમ્મદના બાલાકોટમાં આવેલા ઠેકાણાઓ પર કરેલા હવાઈ હુમલા પછી તેનો સમગ્ર હવાઈ માર્ગ ભારતીય વિમાનો માટે બંધ કરી દીધો હતો. ત્યાર પછી તેણે માત્ર બે માર્ગ ખુલ્લા કર્યા છે, જે બંને દક્ષિણ પાકિસ્તાનમાંથી પસાર થાય છે.
મોદી સરકાર 2.0: પીએમ મોદીની અધ્યક્ષતામાં નવા કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠક આજે
આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે છે મોદી
બિશ્કેકમાં 13-14 જૂનના રોજ આયોજિત શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની વાર્ષિક શિખર પરિષદમાં વડાપ્રધાન મોદી આતંકવાદના વધતા જોખમ સહિત સ્થાનિક વિસ્તારની મુખ્ય સમસ્યાઓ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરી શકે છે. આ સંમેલનમાં ભાગ લેનારા નેતાઓ વચ્ચે વૈશ્વિક સુરક્ષા, બહુપક્ષીય આર્થિક સહયોગ, લોકોનો લોકો સાથે સંપર્ક અને આંતરરાષ્ટ્રીય તથા ક્ષેત્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
જૂઓ LIVE TV....