વારાણસીથી પીએમ મોદીએ લગાવી જીતની હેટ્રિક, જાણો કેટલા મતે થયો વિજય
Lok Saha Election Result 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પર સતત ત્રીજીવાર જીત મેળવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને હરાવ્યા છે.
Lok Saha Election Result 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી સતત ત્રીજીવાર જીત મેળવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને હરાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 6 લાખ 12 હજાર 970 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર અજય રાયને 4 લાખ 60 હજાર 457 મત મળ્યા છે. પીએમ મોદીએ વારાણસી સીટ પરથી 1 લાખ 52 હજાર 513 મતથી જીત મેળવી છે. પરંતુ 2019ની તુલનામાં પીએમ મોદીની લીડમાં 3 લાખનો ઘટાડો થયો છે.
હકીકતમાં પીએમ મોદી આ પહેલા વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી સંસદમાં પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી એક સીટથી જીતનાર ત્રીજા પ્રધાનમંત્રી બની ગયા છે. આ પહેલા આ રેકોર્ડ દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નેહરૂ અને અટલ બિહારી વાજપેયીના નામે છે. નેગરૂ ત્રણવાર ફૂલપુર સીટથી સાંસદ બન્યા હતા, જ્યારે અટલજીએ લખનઉ સીટથી પાંચ વખત જીત મેળવી હતી.
આ પણ વાંચોઃ ભલે બહુમત ના મળ્યો પણ ઈન્ડિયા ગઠબંધનની આ 10 ગેરંટીઓ ભાજપને ભારે પડી
કોને મળ્યા કેટલા મત
નરેન્દ્ર મોદી- 612970
અજય રાય- 460457
અતહર જમાલ લારી- 33766
અજય રાયે આપી પ્રતિક્રિયા
તો પીએમ મોદીની જીત પર ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને વારાણસી લોકસભા સીટથી ઉમેદવાર અજય રાયે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે 3 કલાક સુધી પીએમ મોદી પાછળ ચાલી રહ્યાં હતા. 1.5 લાખ મતથી જીતવામાં સફળતા મળી છે. રાયબરેલીમાં રાહુલ ગાંધી 4 લાખ મતથી જીતી રહ્યાં છે. આ સાબિત કરે છે કે રાહુલ ગાંધીની ભારતમાં લોકપ્રિયતા મોદીથી વધુ છે.