PMOમાંથી આ મંત્રીઓને આવ્યો ફોન, જાણો કોનું નામ છે મંત્રીમંડળ લીસ્ટમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહના થોડા કલાક પહેલા જ સંભવિત મંત્રીઓના નામોની સ્પષ્ટતા થવા લાગી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી આ સંભવિત મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ થવા માટે આમંત્રણ આપવાના ઉદેશ્યથી ફોન કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહના થોડા કલાક પહેલા જ સંભવિત મંત્રીઓના નામોની સ્પષ્ટતા થવા લાગી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી આ સંભવિત મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ થવા માટે આમંત્રણ આપવાના ઉદેશ્યથી ફોન કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીની કેબિનેટમાં 65થી 70 મંત્રી સામેલ થઇ શકે છે. જેમાં શિવસેના અને JDUમાંથી 2-2 મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે અકાળી દળ અને લોક જનશક્તિ પાર્ટીમાંથી 1-1 મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવનાઓ છે. જો કે, AIADMKમાંથી પણ એક મંત્રી બનાવવામાં આવી શકે છે.
વધુમાં વાંચો: Live: શપથ ગ્રહણ પહેલા 4:30 વાગ્યે સંભવિત મંત્રીઓતી મળશે PM મોદી
સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજનાર તેમના શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમના નવા મંત્રીમંડળના સંભવીત મંત્રીઓથી સાંજે 4:30 વાગે મુલાકાત કરશે. પીએમ મોદીની કેબિનેટમાં સામેલ થનારા કેટલાક મંત્રીઓના નામ સામે આવ્યા છે.
આ છે સંભવિત મંત્રિઓના નામ
અર્જૂનરામ મેઘવાલ
જિતેન્દ્ર સિંહ
રામદાસ અઠાવલે
કિશન રેડ્ડી
રામ વિલાસ પાસવાન
સુરેશ અંગડી
પિયૂષ ગોયલ
મુખ્તાર અબ્બાસ નકવી
પ્રહલાદ જોશી
ધર્મેન્દ્ર પ્રધાન
હરસિમરત કૌર
બાબુલ સુપ્રિયો
સુષ્મા સ્વરાજ
સ્મૃતિ ઈરાની
નિર્મલા સીતારમણ
પ્રકાશ જાવડેકર
રવિશંકર પ્રસાદ
રમેશ પોખરીયાલ નિશંક
પ્રહલાદ પટેલ
કૈલાશ ચૌધરી
થાવરચંદ ગેહલોત
કિશનપાલ ગુર્જર
સાધ્વી નિરંજન જ્યોતિ
કિરણ રિજ્જુ
નરેન્દ્ર તોમર
સદાનંદ ગૌડા
આરસીપી સિંહ (જનતા દળ યૂનાઇટેડ)
પરષોત્તમ રૂપાલા
ગજેન્દ્ર શેખાવત
અનુપ્રિયા પટેલ
રાવ ઇન્દ્રજીત
સંજીવ બાલિયાન
સંજય ધોત્રે
નિત્યાનંદ રાય
રાજનાથ સિંહ
સંતોષ ગંગવાર
ગિરિરાજ સિંહ
સોમ પ્રકાશ
વિકે સિંહ
શ્રીપદ નાયક
દેબાશ્રી ચૌધરી
હરદીપ સિંહ પુરી
અરવિંદ સાવંત
મનસુખ માંડવિયા
અમિત શાહ
જુઓ Live TV:-