ખૂંટી: વડાપ્રધાન નરેંદ્વ મોદી આજે (મંગળવારે) વીડિયો કોગ્રેંસિંગના માધ્યમથી વડાપ્રધાન આવાસ યોજના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો. આ દરમિયાન તેમણે ઝારખંડના ખૂંટી જિલ્લાના લાભાર્થીઓ સાથે વાત કરી. લાભાર્થીઓમાં જુબૈદા ખાતૂન, ઉષા દેવી અને અંજલી દેવી સહિત ઘણી અન્ય મહિલાઓ સાથે પીએમ મોદીએ સીધો સંવાદ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાભાર્થીઓએ પીએમ મોદીને ઘર માટે ધન્યવાદ કહ્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 2022 સુધી ગરીબોને પાકુ મકાન આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ દરમિયાન મહિલાઓ પોત-પોતાના ઘરના ફોટા બતાવે, જે તેમણે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બનાવ્યા છે. ફોટા જોઇને પીએમ મોદીએ કહ્યું કે અત્યારે તો હું સરકારી ઘરમાં રહું છું. નિવૃત થયા બાદ હું પણ આવું જ ઘર બનાવીશ.
કચ્છના મુંદ્વા નજીક પ્લેન ક્રેશ થતાં થયા બે ટુકડા, પ્લેનમાંથી કૂદકો મારવા છતાં પાયલોટનું મોત


સંવાદ દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદી સતત સમજાવવાનો પ્રયત્ન કરતા રહ્યા કે ઘર બની જવાથી લાભાર્થીઓના જીવનમાં શું પરિવર્તન આવ્યું છે.