ભારતની નીતિ સમજવાની-સમજાવવાની, જો અજમાવશો તો પ્રચંડ જવાબ મળશે: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષે દિવાળી ઉજવવા માટે રાજસ્થાનના જૈસલમેરની લોંગવાલા પોસ્ટ પર પહોંચ્યા છે. તેમણે ભારતીય સેનાના બહાદુર જવાનો દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તમે ભલે બર્ફીલી પહાડીઓ પર રહો કે પછી રણમાં, મારી દિવાળી તો તમારી વચ્ચે આવીને જ પૂરી થાય છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ વર્ષે દિવાળી ઉજવવા માટે રાજસ્થાનના જૈસલમેરની લોંગવાલા પોસ્ટ પર પહોંચ્યા છે. તેમણે ભારતીય સેનાના બહાદુર જવાનો દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તમે ભલે બર્ફીલી પહાડીઓ પર રહો કે પછી રણમાં, મારી દિવાળી તો તમારી વચ્ચે આવીને જ પૂરી થાય છે. પીએમ મોદીએ સૈનિકોને કહ્યું કે તમારા ચહેરા પર રોનક જોઉ છું, તમારા ચહેરા પર ખુશીઓ જોઉ છું તો મને બમણી ખુશી થાય છે. ઈશારા ઈશારામાં ચીન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે વિસ્તારવાદ એક પ્રકારની માનસિક વિકૃતિ છે અને અઢારમી શતાબ્દીની સોચ છે. આ સાથે તેમણે કડક શબ્દોમાં કહ્યું કે ભારત સમજવા અને સમજાવવામાં વિશ્વાસ રાખે છે. પણ જો અજમાવવાની કોશિશ કરી તો જવાબ પણ પછી પ્રચંડ મળશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube