નવી દિલ્હીઃ દેશભરના આશરે 8.5 કરોડ ખેડૂતોને ગુરૂવારે મોટી ખુશખબર મળવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે પીએમ-કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi)હેઠળ લગભગ 8.5 કરોડ કિસાન લાભાર્થીઓને 14મા હપ્તાના રૂપમાં લગભગ 17000 કરોડ રૂપિયા જારી કરશે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ રકમ ગુરૂવારે રાજસ્થાનના સીકરમાં એક કાર્યક્રમમાં લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોજનાની શરૂઆતથી લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ રકમ રૂ. 2.59 લાખ કરોડને પાર થવાની ધારણા છે. આ નાણાકીય સહાય ખેડૂતોને તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે અને તેમના એકંદર કલ્યાણમાં યોગદાન આપશે, એમ નિવેદનમાં જણાવાયું છે.


2019 માં શરૂ થઈ હતી યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) એ 24 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરવામાં આવેલી અને ડિસેમ્બર 2018થી અમલી બનેલી કેન્દ્રીય યોજના છે. યોજના હેઠળ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મોડ દ્વારા દેશભરના ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે રૂ. 6,000નો નાણાકીય લાભ ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં દેશભરના 11 કરોડથી વધુ ખેડૂતોને 2.42 લાખ કરોડ રૂપિયાથી વધુનો લાભ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ 11.35% ડિસ્કાઉન્ટ પર સરકાર વેચી રહી છે આ કંપનીના શેર, 28 જુલાઈથી કરી શકશો અરજી


પીએમ કિસાન સમૃદ્ધિમાં કેન્દ્રની ભેટ
આ કાર્યક્રમમાં પીએમ મોદી દેશને 1.25 લાખ પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર સમર્પિત કરશે. સરકાર તબક્કાવાર રીતે દેશમાં રિટેલ ખાતરની દુકાનોને PMKSK માં રૂપાંતરિત કરી રહી છે. આ PMKSK ખેડૂતોને એગ્રી-ઇનપુટ્સ, માટી, બિયારણ અને ખાતર માટે પરીક્ષણ સુવિધાઓ પૂરી પાડશે. આ કેન્દ્રો ખેડૂતોમાં જાગૃતિ ફેલાવશે, વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી પ્રદાન કરશે અને બ્લોક અને જિલ્લા સ્તરના આઉટલેટ્સ પર રિટેલર્સની નિયમિત ક્ષમતા નિર્માણની ખાતરી કરશે.


યુરિયા ગોલ્ડ લોન્ચ કરશે પીએમ મોદી
કાર્યક્રમમાં કિસાનોને વધુ એક મોટી ભેટ મળવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે કાર્યક્રમમાં સલ્ફર લેપિત યુરિયા (યુરિયા ગોલ્ડ) લોન્ચ કરશે. આ સાથે પીએમ મોદી ઓએનડીસી પર 1600 કિસાન ઉત્પાદક સંગઠનોનું ઓનબોર્ડિંગ પણ લોન્ચ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube