PMC બેંકના ખાતામાં જમા હતાં 80 લાખ, પ્રદર્શન બાદ ખાતા ધારકનું હાર્ટ એટેકથી મોત
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડ સામે આવ્યાં બાદથી ખાતાધારકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે પીએમસી બેંકના એક ખાતાધારક સંજય ગુલાટીનું મોત થયું.
મુંબઈ: પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડ સામે આવ્યાં બાદથી ખાતાધારકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે પીએમસી બેંકના એક ખાતાધારક સંજય ગુલાટીનું મોત થયું.
સંજય ગુલાટીના પીએમસી બેંકમાં કુલ ચાર એકાઉન્ટ હતાં. આ ચાર એકાઉન્ટમાં લગભગ 80 લાખ જેટલા રૂપિયા જમા હતાં. આ કૌભાંડ સામે આવતા આરબીઆઈ દ્વારા પીએમસી બેન્ક પર લગાવવામાં આવેલા પ્રતિબંધોથી તેઓ પરેશાન હતાં. સંજય ગુલાટીએ સોમવારે એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદર્શન કોર્ટની બહાર થયું હતું જ્યાં પીએમસી બેન્ક કૌભાંડના આરોપીઓની પેશી થવાની હતી. પ્રદર્શન બાદ તેઓ ઘરે પાછા ફર્યા અને મોડી રાતે તેમનું હાર્ટ એટેકથી મોત થયું.
સંજય ગુલાટીના સંબંધી રાજેશ દુઆએ જણાવ્યું કે સંજય ખુબ પરેશાન હતાં. પીએમસી બેંકમાં તેમના ચાર એકાઉન્ટમાં કુલ મળીને 80 લાખ રૂપિયા જમા હતાં. તેઓ પૈસા ન કાઢી શકવાના કારણે પરેશાન હતાં. તેમનો પુત્ર સ્પેશિયલ ચાઈલ્ડ હતો જેની સારવાર ચાલુ હતી.
જુઓ LIVE TV