PMC બેન્ક કૌભાંડઃ EDના દરોડામાં અલીબાગમાં મળ્યો કરોડોનો બંગલો, એરક્રાફ્ટ પણ વસાવ્યું
ઉલ્લેખનીય છે કે, પીએમસી બેન્કને દેવામાં ડૂબાડનારા 44 મોટા એકાઉન્ટમાં 10 ખાતા HDIL અને વાધવાન સાથે જોડાયેલા છે. આ 10 ખાતામાં એક સારંગ વાધવાન અને બીજું રાકેશ વાધવાનનું અંગત ખાતું છે. ગુરૂવારે આ બંનેની પુછપરછ મોટે બોલાવાયા પછી ધરપકડ કરાઈ હતી. સોમવારે ઈડીએ તેમનાં નજીકના લોકોના એક 22 રૂમના આલિશાન બંગલામાં દરોડો પાડ્યો હતો. જેને હવે ઈડીએ સીઝ કરવાની તૈયારી કરી છે.
મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેન્ક કૌભાડમાં કથિત ગોટાળાની તપાસમાં વિવિધ જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવારે ઈડી દ્વારા 2 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. HDILના માલિક રાકેશ અને સારંગ વાધવાનના નજીકના લોકોને ત્યાં આ દરોડાની કાર્યવાહી કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પીએમસી બેન્કને દેવામાં ડૂબાડનારા 44 મોટા એકાઉન્ટમાં 10 ખાતા HDIL અને વાધવાન સાથે જોડાયેલા છે. આ 10 ખાતામાં એક સારંગ વાધવાન અને બીજું રાકેશ વાધવાનનું અંગત ખાતું છે. ગુરૂવારે આ બંનેની પુછપરછ મોટે બોલાવાયા પછી ધરપકડ કરાઈ હતી. સોમવારે ઈડીએ તેમનાં નજીકના લોકોના એક 22 રૂમના આલિશાન બંગલામાં દરોડો પાડ્યો હતો. જેને હવે ઈડીએ સીઝ કરવાની તૈયારી કરી છે.
દેશભરના ગુરૂદ્વારાના 100 કરોડથી વધુ રૂપિયા PMC બેંકમાં ફસાયા, ગુરૂ પર્વની તૈયારીઓ પર સંકટ
આ દરોડામાં સૌથી ખાસ વાત એ છે કે, ઈડીને HDILના પ્રમોટરના નામનું એક પ્રાઈવેટ જેટ પ્લેન અને એક યાટ પણ મળી છે. આ યાટ અત્યારે માલદીવમાં ઊભી છે. ઈડીએ યાટને પણ કબ્જામાં લેવાની તૈયારી કરી છે.
પીએમસી બેન્કના ચેરમેન વારયામ સિંહની ધરપકડ
પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્કના ચેરમેન એસ. વરયામ સિંહ (Waryam sinh)ની પણ મુંબઈની આર્થિક અપરાધ શાખાએ શનિવારે ધરપકડ કરી છે. પીએમસી કૌભાંડ બહાર આવ્યા પછી ચેરમેન વરયામ સિંહ ગાયબ થઈ ગયા હતા. પોલીસે તેમને માહિમમાંથી પકડ્યા હતા.
સાંસદ નુસરત જહાંની દુર્ગા પૂજાથી નારાજ દેવબંદના ઉલેમાએ આપી ધમકી
ઉલ્લેખનીય છે કે, પોલીસની FIR મુજબ બેન્કમાં રૂ.4355 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાડમાં HDILના 44 ખાતાને લોન આપવામાં આવી છે. ગોટાળો પકડાયા પછી માત્ર 10 ખાતાની તપાસ થઈ છે. 44 ખાતાની રકમ છુપાવા માટે 21,049 ડમી ખાતા બનાવાયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, આ 21,049 ડમી ખાતા બેન્કના CBS ખાતા સાથે લિન્ક કરાયા ન હતા. બેન્કના એડવાન્સ માસ્ટર ઈન્ડેન્ટ સોફ્ટવેરમાં 44 મોટા ખાતાના બદલે 21,049 ડમી ખાતા મળ્યા છે. HDIL દ્વારા આચરવામાં આવેલી નાણાકિય ગેરરીતિ બહાર આવ્યા પછી પોલીસ દ્વારા કંપનીના માલિકો સામે લૂકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી, જેથી તેઓ દેશની બહાર ભાગી ન જાય.
જુઓ LIVE TV....
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....