નવી દિલ્હી : મુંબઇમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) કોર્ટે સોમવારે ભાગેડુ હીર વ્યાપારી નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેની 1400 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આફ્યો. નીરવ મોદી પંજાબ નેશનલ બેંકનાં 13 હજાર કરોડ રૂપિયાથી વધારેનો ગોટાળાના કેસનો મુખ્ય આરોપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JK: અનંતનાગમાં આતંકવાદીઓએ સરપંચની ગોળી મારીને હત્યા, કોંગ્રેસ સાથે હતો સંંબંધ

આ પહેલા ડિસેમ્બર 2019માં હીરા વેપારીના ભાગેડુ આર્થિક ગુનાહિત જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં નીરવ મોદી 19 માર્ચ, 2019ના રોજ પોતાની ધરપકડ બાદથી લંડનની વૈંડ્સવર્થ જેલમાં પુરાયેલા છે. તેના પર પીએનબી ગોટાળામાં લેટર ઓફ અંડરટેકિંગ બહાર પાડવાનાં મુખ્ય લાભાર્થી હોવાનો આરોપ છે. 


Operation Desert : 2 એજન્ટની ધરપકડ, હનીટ્રેપ દ્વારા ISI કરાવી રહ્યુ છે જાસુસી

નીરવ મોદીએ પાંચ વખત જામનની અરજી આપી પરંતુ તમામ દલીલોને ફગાવી દીધી હતી. આ અગાઉ 11 મેનાં રોજ કોવિડ 19 મહામારીને ધ્યાને રાખીને બ્રિટનની કોર્ટમાં લગાવાયેલી સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રક્રિયામાં ચાલતો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લંડનમાં એક કોર્ટની સમક્ષ 49 વર્ષીય મોદીને રજુ કરવામાં આવ્યા હતા. 


ઓડિશા જનસંવાદ રેલીમાં અમિત શાહનો કટાક્ષ, વિપક્ષના વક્રદ્રષ્ટા આજે અમારા પર સવાલ ઉઠાવે છે

પીએનબી ગોટાળાને ધ્યાને રાખીને નીરવ મોદી અને ગીતાંજલી સમુહનાં તેના અંકલ મેહુલ ચોકસીની પ્રવર્તન નિર્દેશાલય અને કેન્દ્રીય તપાસ પંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઇઢીએ ચોક્સીની વિરુદ્ધ મુંબઇમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એખ્ટ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube