PM Matru Vandana Yojana : સરકાર તરફથી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી કેટલીક યોજનાઓ વિદ્યાર્થીઓ માટે તો કેટલીક યોજનાઓ વૃદ્ધો માટે હોય છે. આ ઉપરાંત બીપીએલ પરિવારોને પણ સરકાર યોજનાઓના માધ્યમથી આર્થિક મદદ કરે છે. કેન્દ્ર સરકાર તરફથી આવી જ એક યોજના બાળકના જન્મ વખતે મહિલાઓને અપાય છે. શું તમને આ યોજનાની જાણકારી છે? જો ન હોય તો ખાસ જાણો માહિતી....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2017માં શરૂ થઈ યોજના
મોદી સરકાર તરફથી ચલાવવામાં આવતી આ યોજનાનું નામ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (Pradhan Mantri Matru Vandana Yojana) છે. જે હેઠળ 5000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. આ યોજના 1 જાન્યુઆરી 2017માં શરૂ થઈ હતી. આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાય છે. જેનો હેતું એવી મહિલાઓ કે જેમની પાસે કોઈ રોજગાર કે સાધન નથી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના દ્વારા માતા પોતાના બાળકની દેખભાળ કરી શકે છે. સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર આ પૈસા મહિલાઓના એકાઉન્ટમાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરે છે. 


કોને મળે છે આ રકમ
પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ પહેલીવાર ગર્ભધારણ કરનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આર્થિક મદદ અપાય છે. યોજનાને પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાયતા યોજનાના નામથી પણ ઓળખવામાં આવે છે.


Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો કેટલું સસ્તું થયું સોનું


આ દસ્તાવેજોની જરૂર પડશે
યોજનાનો લાભ લેવા માટે પહેલીવાર ગર્ભાવસ્થા ધારણ કરનાર ગર્ભવતી મહિલાના રજિસ્ટ્રેશન માટે મહિલા અને તેના પતિના આધાર કાર્ડ, માતા પિતાના ઓળખપત્ર, બાળકનું જન્મ પ્રમાણપત્ર, બેંક પાસબુકની ફોટોસ્ટેટ કોપી હોવી જરૂરી છે. બેંક ખાતા જોઈન્ટ હોવા જોઈએ નહીં. ગર્ભવતી મહિલાને 5000 રૂપિયા 3 હપ્તામાં આપવામાં આવે છે. 


મહિલાના ખાતામાં આવે છે પૈસા
યોજનાનો હેતુ પહેલીવાર માતા બનનારી મહિલાઓને પોષણ આપવાનો છે. 5000 રૂપિયામાંથી પહેલો હપ્તો 1000 રૂપિયાનો જે ગર્ભધારણના 150 દિવસની અંદર નોંધણી કરાવો તો મળે છે, બીજો હપ્તો 2000 રૂપિયાનો 180 દિવસની અંદર અને ઓછામાં ઓછી એક પ્રિનેટલ ચેક અપ થયા પછી અપાય છે. ત્રીજો હપ્તો 2000 રૂપિયાનો હોય છે જે ડિલિવરી અને શિશુનું પ્રથમ રસીકરણ ચક્ર પૂરું થાય તે પછી અપાય છે. સરકારી નોકરી કરતી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે નહીં. 


Bank Jobs 2022: આ સરકારી બેંકોની 6000થી વધુ જગ્યા માટે ભરતી નીકળી, ગ્રેજ્યુએટ્સ કરી શકશે અરજી


કેવી રીતે કરશો અરજી
પીએમ માતૃત્વ વંદના યોજના હેઠળ ASHA કે ANM દ્વારા અરજી કરી શકો ચો. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. યોજનાનો લાભ તમામ ગર્ભવતી મહિલાઓને અપાય છે પછી તેમની પ્રસુતિ સરકારી હોસ્પિટલમાં થઈ હોય કે પછી ખાનગી હોસ્પિટલમાં. વધુ વિગતો માટે તમે https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana પર જઈને મેળવી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube