પીએનબીને ચુનો લગાવનાર નીરવ મોદી અને તેના પરિવારની ભાગવાની તારીખો!
નીરવ એક જ દેશ છોડીને ભાગ્યો નથી. નીરજનો પરિવાર દેશ છોડીને ભાગી ગયો છે. નીરવ અને તેના પરિવારે અલગ અલગ તારીખોએ દેશ છોડ્યો
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકને 11,400 કરોડ રૂપિયાનો ચુનો લગાડનારા જ્વેલરી વેપારી નીરવ મોદી સાથે જોડાયેલી સંપત્તિઓ પર ગુરૂવારે ઈડીએ છાપેમારી કરી હતી. પીએનબીએ બુધવારે કહ્યું કે તેણએ 1.77 અરબ ડોલર એટલે કે 11,400 કરોડ રૂપિયાનું કૌભાંડ ઝડપ્યું છે. આ મામલામાં ફોર્બ્સની ભારતીય અમિરોની યાદીમાં સામેલ રહેલ જ્વેરાત વેપારી નીરવ મોદીએ કથિત રુપે છેતરપિંડી કરીને મુંબઈની શાખામાંથી ગેરેંટી પત્ર મેળવ્યું હતું. આ એમઓયુના માધ્યમથી અન્ય ભારતીય બેંકો પાસેથી વિદેશોમાં કર્જ લેવામાં આવ્યું હતું.
પીએનબીની ફરિયાદ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરૂવારે મની લોન્ડ્રિંગ મામલામાં મોદી અને અન્યના ઠેકાણા પર છાપેમારી કરી હતી. પીએનબીએ આ મામલામાં 10 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે તથા આ મામલાને તપાસ માટે સીબીઆઈ પાસે મોકલ્યો છે. પીએનબીના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર સુનીલ મહેતાએ સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે બેંક આ મામલે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરશે. મહેતાએ કહ્યું કે, છેલ્લા 123 વર્ષમાં અમે ઘણા ચડાવ-ઉતાર જોયા છે. બેંક સાથે કૌભાંડ કરનાર વિરુદ્ધ પુરી ક્ષમતા સાથે કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે સીબીઆઈના અધિકારી તરફથી દાવો કરવામાં આવ્યો કે તપાસ એજન્સીને પહેલી ફરિયાદ મળ્યા પહેલા જ નીરવ મોદી દેશ છોડીને જતો રહ્યો છે. અધિકારીએ એ પણ જણાવ્યું કે 31 જાન્યુઆરી 2018ના પ્રથમ પ્રાથમિક ફરિયાદ દાખલ કર્યા બાદ મોદી વિરુદ્ધ લૂક આઉટ જારી કરવામાં આવી હતી. નીરવ જ દેશ છોડીને ગયો નથી પરંતુ તેનો પરિવાર પણ દેશ છોડીને જતો રહ્યો છે. તમને જણાવી દઈએ કે કઈ રીતે નીરવ અને તેના પરિવારજનોએ અલગ-અલગ તારીખોએ દેશ છોડ્યો
1 જાન્યુઆરી 2018ના દિવસે નીરવ મોદીએ દેશ છોડ્યો
1 જાન્યુઆરીએ નીરવ મોદીના ભાઈ નિશ્ચલ મોદી (બેલ્જિયમનો નાગરિત) ભારત છોડ્યુ
4 જાન્યુઆરીએ મેહુલ ચોકસી (નીરવના કાકા)એ દેશ છોડ્યો
6 જાન્યુઆરીએ નીરવ મોદીની પત્ની (અમેરિકી નાગરિક)એ દેશ છોડ્યો
29 જાન્યુઆરીએ CBIએ નીરવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો
31 જાન્યુઆરીએ સીબીઆઈએ તમામ આરોપીઓ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કરી
આ પહેલા જ્વેલરી ડિઝાઈનર નીરવ મોદી અને કેટલાક અન્ય વિરુદ્ધ 280 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગના આરોપોની તપાસના સિલસિલામાં ગૂરૂવારે ઈડીએ દેશમાં ઘણી જગ્યાએ છાપેમારી કરી. આ કાર્યવાહી પંજાબ નેશનલ બેંકની ફરિયાદને આધારે કરવામાં આવી રહી છે.
જાણો નીરવ મોદીનું શું છે ગુજરાત કનેક્શન
દેશની બીજા નંબરની મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકના કૌંભાડમાં 48 વર્ષીય નીરવ મોદી દુનિયાની ડાયમંડ કેપિટલ કહેવાતા બેલ્જિયમના એંટવર્પ શહેરના મશહૂર ડાયમંડ બ્રોકર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના ગ્રાહકોમાં દુનિયાના જાણીતા લોકો સામેલ છે. જેમાં કેંટ વિંસ્લેટ, રોજી હંટિંટન-વ્હાલી, નાઓમી વોટ્સ, કોકો રોશા, લીઝા હેડન અને ઐશ્વર્યા જેવી ભારતીય અને આંતરરાષ્ટ્રીય અભિનેત્રીનો સમાવેશ થાય છે. નીરવ મોદીના ભાઇ નીશાલ મોદી ગુજરાતના એક જાણીતા ઉદ્યોગપતિના ભાણેજ જમાઇ છે.
જાણો કોણ છે નીરવ મોદી
પંજાબ નેશનલ બેંક (PNB)એ બેકિંગ સેક્ટરમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ પકડાયું છે. આ કૌભાંડ 11,330 કરોડ રૂપિયાનું છે. પીએનબી ફ્રોડમાં સામેલ નીરવ મોદી એક હીરાના વેપારી છે. તેમનો ઉછેર બેલ્ઝિયમના એંટવર્પ શહેરમાં થયો છે. 1999માં તેમણે ફાયરસ્ટાર ક6પની બનાવી. ફોર્બ્સના અનુસાર નીરવ મોદીની નેટવર્થ 11 હજાર કરોડ રૂપિયા છે. ફોર્બ્સની અમીરોની યાદીમાં નીરવ મોદીનું 85મું સ્થાન છે. તેમના જ્વેલરી સ્ટોર લંડન, ન્યૂયોર્ક, લાસ વેગાસ, હવાઇ, સિંગાપુર, બીજિંગ જેવા 16 શહેરોમાં છે. ભારતમાં પણ દિલ્હી અને મુંબઇમાં તેમના સ્ટોર છે. નીરવ મોદીએ 2010માં પોતાના નામથી ડાયમંડ કંપની બનાવી હતી.
નીરવ મોદીના બોલીવુડ સાથે ગાઢ સંબંધ છે
2013થી ફોર્બ્સની અમીરોની યાદીમાં પોતાનું નામ જાળવી રાખ્યું છે. તેમના બ્રાંડને પ્રિયંકા ચોપડા, એંડ્રિયા ડાયાકોનુ અને રોજી કંટિંગટન પ્રમોટ કરે છે. 46 વર્ષના નીરવ મોદી વોર્ટન ડ્રોપઆઉટ છે. તેમની જ્વેલરીની કિંમત 5 લાખથી 50 કરોડ રૂપિયા સુધી છે. બોલીવુડ સાથે પણ નીરવ મોદીના ગાઢ સંબંધ છે. નીરવ મોદીના પિતા હીરાના વેપારી હતા જે ભારતથી એંટવર્પ જતા રહ્યા. જો કે નીરવ મોદી મુંબઇ પાછા આવ્યા. મુંબઇમાં તેમણે પોતાના કાકા મેહુલ ચોક્સી પાસેથી વેપાર કરવાનું શિખ્યું. પીએનબી ફ્રોડમાં મેહુલ ચોક્સીનું પણ નામ છે.
નીરવ મોદીનો એક નેકલેસ 22.4 કરોડ વેચાયો હતો
નીરવ મોદીએ જ 1990ના દાયકામાં ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર હીરા સપ્લાય કરવાનું ચાલુ કર્યું. 2010માં તેમનો એક નેકલેસ હોંગકોંગમાં હરાજીમાં 22.4 કરોડ રૂપિયામાં વેચાયો હતો. 2005માં નીરવ મોદીએ ફ્રેડરિક ગોલ્ડમેન કંપનીને ખરીદી હતી. આ કંપની અમેરિકામાં તેમની સૌથી ગ્રાહક હતી અને નીરવ મોદીની કંપની પાસેથી 7 ગણી મોટી હતી. હવે નીરવ મોદીનું નામ પીએનબી બેંકના કૌભાંડમાં આવી રહ્યું છે. તેની તપાસ સીબીઆઇ અને ઇડી કરી રહ્યા છે.
માલ્યા બાદ મોદીએ ટોપીએ પહેરાવી
વિજય માલ્યાએ બેંકો પાસેથી અંદાજે ૯ હજાર કરોડ રૂપિયાની લોન લીધી છે અને લંડન ફરાર થઇ ગયો છે. વિજય માલ્યાએ જે પૈસા લીધા તેમાંથી એક ફૂટી કોડી પણ પરત નથી કરી, જેને પગલે આ પૈસાનો બોજ આડતરી રીતે સામાન્ય પ્રજા પર જ પડવાનો છે. આ જ પ્રમાણે પંજાબ નેશનલ બેંક સાથે જે છેતરપીંડીનો કેસ ચાલી રહ્યો છે તેમાં પણ બેંકને આશરે 11,330 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવાનું થઇ શકે છે. આ નુકસાન પણ અંતે પ્રજાએ ભોગવવાનું થઇ શકે છે. એવા દાવા થઇ રહ્યા છે કે જનતાના દર 100 રૂપિયામાંથી આશરે 30 રૂપિયા ગાયબ થઇ ગયા છે. આ નુકસાન બેંકના જે ખાતા ધારકો છે તેમને ભોગવવું પડી શકે છે. બેંક એનપીએમાં પણ આ બોજને નાખી શકે છે. જેથી તેની ભરપાઇ અંતે પ્રજાના પર પણ નાખવામાં આવતી હોય છે.