નવી દિલ્હી : જો તમે પણ પંજાબ નેશનલ બેંક (PNB)ના ગ્રાહક છો તો આ સમાચાર માત્ર તમારા માટે છે જે તમારે જરૂર વાંચવી જોઇએ. પબ્લિક સેક્ટરમાં ઘણી મોટી બેંક પીએનબીએ ગત્ત દિવસોમાં ગ્રાહકોને અપાતી ખાસ સર્વિસ પીએનબી કિટી (PNB Kitty) બંધ કરવાની જાહેરાત કરી હતી. તેના માટે બેંકની તરફથી ગ્રાહકોને છેલ્લા થોડા સમયથી એસએમએસ, ઇમેઇલ અને સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી વિરુદ્ધ લડી રહેલ સપા ઉમેદવાર તેજબહાદુરની ઉમેદવારી પર સંકટ

2016માં લોંચ થઇ હતી આ સર્વિસ
બેંકે ગ્રાહકોને સર્વિસ બંધ થતા પહેલા પોતાના પૈસા ઉપાડી લેવા માટે જણાવ્યું હતું. જો તમે હજી સુધી પીએનબી કિટીમાંથી પોતાનાં પૈસા નથી ઉપાડ્યાં અથવા તો પડેલા છે, તો તમે તે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પીએનબી કિટી સર્વિસને ડિસેમ્બર, 2016માં લોન્ચ કરવામાં આવી હતી. પીએનબી કિટી બેંકની એક ડિજીટલ વોલેટ સર્વિસ છે. આ માધ્યમથી ઇ કોમર્સ ટ્રાંઝેક્શન કરવામાં આવે છે. યુઝર્સ તેનાં દ્વારા કોમ્પ્યુટર અથવા સ્માર્ટફોનને યુઝ કરીને ઓનલાઇન ખરીદી કરી શકતા હતા. 


40 ધારાસભ્યોવાળા નિવેદન મુદ્દે મમતા ભડક્યાં, ગણાવ્યા બેશરમ વડાપ્રધાન
BJP પર ભડાશ કાઢવામાં રાજે રાષ્ટ્રપતિ કોવિંદ પર છાંટા ઉડાડ્યાં: મર્યાદા ઓળંગી


આ રીતે બંધ કરો PNB Kitty વોલેટ
PNBએ યુઝર્સને PNB Kittyમાં પડેલા પૈસા 30 એપ્રીલ સુધીમાં ખર્ચ કરવા અથવા તો પછી કોઇ અન્ય એકાઉન્ટમાં IMPS દ્વારા ટ્રાન્સફર કરવાની સલાહ આપી હતી. પીએનબીએ ગત્ત દિવસોમાં પોતાનાં ટ્વીટર હેન્ડલ પર જાહેરાત કરી હતી કે પીએનબી કિટ્ટી સાથે કોઇ પણ ટ્રાન્ઝેક્શન માત્ર 30 એપ્રીલ સુધી હોઇ શકે છે. જો કે વોલેટ તો ત્યારે બંધ કરવામાં આવી શકે છે. જ્યારે તેનું ઝીરો બેલેન્સ થઇ જશે. જો બેલેન્સ ઝીરો નહી હોય તો યુઝર્સ તેને ખર્ચ કરી શકે છે અથવા પછી આઇએમપીએસ દ્વારા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી શકો છો.