નવી દિલ્હી: નાગરિકતા કાનૂન પર નાગરિકતા પર 'પૌંઆ' વર્સિસ હલવા પોલિટિક્સ ચાલુ છે. હવે આ વિવાદમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર પણ કૂદી પડ્યા છે. ઓવૈસીને આકરો જવાબ આપતાં જાવડેકરે કહ્યું કે હું પણ પૌંઆ ખાઉ છું અને તમને પણ ખવડાવીશ.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદની શરૂઆત ભાજપના સિનિયર નેતા કૈશાશ વિજયવર્ગીયના અજીબોગરીબ નિવેદનથી થઇ. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું ''બહારના લોકોને ખાવાની રીતથી ઓળખી શકાય. મારા ઘરમાં કામ કરી રહેલા મજૂરોની ખાવાની રીત વિચિત્ર લાગી. શંકા થઇ તો તેમને બે દિવસ બાદ મજૂર કામ પર આવ્યા નથી.


વિજયવર્ગીયના નિવેદન પર વિવાદ થયો હતો. એમઆઇએમ પાર્ટીના પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ વિજયવર્ગીય પર પરોક્ષ રીતે નિશાન સાધતાં કહ્યું કે 'મજૂરોને પૌંઆ નહી ફક્ત હલવો ખાવો જોઇએ, ત્યારે ભારતીય ભારત શહેરી કહેવામાં આવશે. હવે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ઓવૈસી પર પલટવાર કરતાં કહ્યું કે હું પણ પૌંઆ ખાઉ છું અને તમને પણ ખવડાવીશ પરંતુ કોઇ મુદ્દો નથી.


આ રહ્યું વિજયવર્ગીયનો પુરું વિવાદિત નિવેદન
વિજયવર્ગીયએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે 'દેશમાં લગભગ એક કરોડ શરણાર્થી છે પરંતુ ઘૂસણખોરો પણ ક્યાં-ક્યાં છે તમને ખબર છે. આપણા ત્યાં ભોજનના સમયે પરંપરા છે. એક થાળમાં 6-7 મજૂર એકસાથે પૌંઆ ખાઇ રહ્યા હતા, કહેવામાં આવી રહ્યું છે કે આ રોટલી ખાતા નથી. મેં પૂછ્યું તમે લોકો ક્યાંના છો..કોન્ટ્રાક્ટરે કહ્યું કે બંગાળના છીએ.. મેં પૂછ્યું કે બંગાળના કયા જિલ્લાના છો તો તે કહી ન શક્યા. કોન્ટ્રાક્ટર બોલ્યો ક્યાંના છે. મેં કહ્યું આમ કેવી રીતે તમે કામ પર રાખ્યા. કોન્ટ્રાક્ટરે કહ્યું કે હું બંગાળના છે, ઓછા પૈસામાં મળે છે. 


વિજયવર્ગીયએ ઇન્દોર પ્રેસ ક્લબમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું 'ઇન્દોરમાં દોઢ વર્ષથી એક બંગાળનો આતંકવાદી મારી રેકી કરી રહ્યો હતો. જેથી મને કેન્દ્રએ સુરક્ષા પુરી પાડી છે. મેં ક્યારેય ઇન્દોરમાં એ વિચાર્યું ન હતું કે શું થઇ રહ્યું છે, દેશમાં બહારના લોકો આવીને આતંકવાદ ફેલાવશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube