નવી દિલ્હીઃ વિદેશી મંત્રી એસ. જયશંકર (S. Jaishankar)એ PoK અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, પીઓકે ભારતનો ભાગ છે, વિશ્વાસ છે કે તે અમારા નિયંત્રણમાં આવશે. એસ. જયશંકરે જણાવ્યું કે, એનઆરસી(NRC) અમારો અધિકાર છે અને તે પણ ભારતની આંતરિક બાબત છે. પાકિસ્તાને એ જોવું જોઈએ કે તે પોતાને ત્યાંના લઘુમતિ સાથે કેવો વ્યવહાર કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારના 100 દિવસ પૂરા થવાના પ્રસંગે આયોજિત એક પત્રકાર પરિષદમાં દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, 'પાકિસ્તાને ભારત સામે સવાલ ઉઠાવતાં પહેલાં પોતાને ત્યાં એ ચકાસવું જોઈએ કે તેનાં લઘુમતિઓની સંખ્યા સતત ઘટી રહી છે. તેમનું ધર્માંતરણ કરાવાઈ રહ્યું છે.'


જાકીર નાઈક અંગે વિદેશમંત્રીએ જણાવ્યું કે, "અમે પ્રત્યાર્પણ માટેની અરજી જાન્યુઆરી 2018માં જ આપી હતી. એ સમયથી અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. વ્લાદિવોસ્તોવમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી અને અમે ફરીથી પ્રત્યાર્પણ અંગે વાત કરી હતી. અમે જાકીર નાઈકને પાછા લાવવા માગીએ છીએ."


દિલ્હી-કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ પૂરી, નવરાત્રીથી શરૂ થયે ટ્રેન


વિદેશમંત્રીએ જણાવ્યું કે, "ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો હવે ખુબ જ સારા થઈ ગયા છે. વેપાર વધ્યો છે. સુરક્ષા માટે બંને દેશ એકસાથે કામ કરી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં આ મિત્રતા આગળ વધી રહી છે. બંને દેશ વચ્ચે સરકારો સતત બદલાતી હોવા છતાં આ મિત્રતા આગળ વધી રહી છે. આગામી પાંચ વર્ષ માટે આશાવાદી છું. વેપાર સમસ્યા સામાન્ય બાબત છે."


હ્યુસ્ટનમાં યોજાનારો કાર્યક્રમ મોદીજીનો અમેરિકામાં ત્રીજો કાર્યક્રમ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમાં હાજરી આપવાની તૈયારી દર્શાવવી એ દર્શાવે છે કે, અમેરિકામાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. આ અમારો વિજય છે. આપણા માટે એ ગર્વની વાત છે કે ટ્રમ્પ ત્યાં હાજર હશે. આખું વિશ્વ મોદી અને ટ્રમ્પને એકસાથે જોશે અને અમેરિકા-ભારત પાસેથી એ શીખશે કે કામ કેવી રીતે થાય છે. પાકિસ્તાન પણ જોશે.


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...