નવી દિલ્હી: પાક અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદીઓ (Terrorists) અને આઇએસઆઇ (ISI)ના આકાઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવવાનું શરૂ થઇ ગયું છે. લિપા વૈલીમાં સ્થાનિક નિવાસીઓએ પાકિસ્તાની સેના વિરૂદ્ધ મોટાપામે વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે. લિપા વૈલી આતંકવાદીનું એક લોન્ચ પેડ છે જ્યાં અત્યારે 20થી વધુ આતંકવાદી ઘૂસણખોરીની રાહ જોઇને બેઠા છે. લિપા તે જગ્યાઓમાંથી એક છે જ્યાં 29 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાએ એલઓસી પાર કરી આતંકવાદીઓને ટ્રેનિંગ કેમ્પો પર હુમલા કરી તેમને નષ્ટ કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક નિવાસીઓનું કહેવું છે કે આ લોન્ચ પેડ્સ પર જમા આતંકવાદીઓ પર ભારતીય સેના હુમલા કરે છે અને તેમાં ગામવાળાના જાનમાલનું નુકસાન થાય છે. તેમનો આરોપ છે કે પાકિસ્તાની સેના સીમા પાર ગોળીબાર માટે તેમને ઘરોનો ઉપયોગ કરે છે. ભારતીય અસેનાની જવાબી કાર્યવાહીમાં તેમના મકાન તબાહ થઇ જાય છે. નિવાસીઓનું એ પણ કહેવું હતું કે આતંકવાદીઓની સતત હાજરીના કારણે તેમના બાળકો પર ખરાબ અસર પડી રહી છે.

પીઓકેના લોકો લાંબા સમયથી પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની હાજરીનો વિરોધ કરતા રહ્યા છે. કોરોના મહામારીની શરૂઆતમાં પાકિસ્તાની સેનાએ પીઓકેમાં જ પોતાના સૈનિકો અને આતંકવાદીઓ માટે ક્વારંટીન સેન્ટર્સ બનાવ્યા હતા જેનો પીઓકેમાં ખૂબ વિરોધ થયો હતો. તાજેતરમાં જ પીઓકેને લઇને સતત ભારતના આકરા વલણથી ત્યાંના નિવાસીઓમાં ઉત્સાહ અને ખુલીને પાકિસ્તાન વિરોધમાં સામે આવી રહ્યા છે. 


ZEE NEWSને મળેલા એક વીડિયોમાં પીઓકેમાં પાકિસ્તાની સૈનિકોની કરતૂત સ્પષ્ટ જોવા મળે છે. આ વીડિયોમાં પાકિસ્તાની સૈનિક એક નાગરિકના મકાનથી સીમાપાર ગોળીબાર કરતાં જોવા મળી રહ્યા છે. ફાયરિંગ બાદ પાકિસ્તાની સૈનિક તે મકાન છોડીને ભાગતા જોવા મળે છે. આવી ફાયરિંગ બાદ ભારતીય સેનાની પાસે હાજર રડાર તે જગ્યાએ સટીક નિશાન બનાવે છે જ્યાં ફાયર થાય છે અને ત્યારબાદ ભારતીય સેનાની જવાબી ગોળીબારીમાં તે ઠેકાણા તબાહ થઇ જાય છે. 


ગુપ્તચર સૂત્રોના અનુસાર લગભગ 400 આતંકવાદી કાશ્મીરના ઉડી અને કેરન અલાવા જમ્મૂના કેલર પાસે એકત્ર થઇને ઘૂસણખોરીના ઘટનાસ્થળે રાહ જોઇ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આઇએસઆઇના ઓફિસર આ લોન્ચ પેડ્સનો સતત દૌર કરી રહ્યા છે અને આતંકવાદીઓ પર જલદી થી જલદી ઘૂસણખોરી માટે દબાણ નાખી રહ્યા છે.

કાશ્મીરમાં સેનાની સતત કાર્યવાહીઓના કારણે આતંકવાદી સતત મૃત્યું પામે છે એટલા માટે નવા આતંકવાદી ઘૂસણખોરીથી ગભરાઇ રહ્યા છે. ઘૂસણખોરીની તક આપવા માટે પાકી ફૌજ સતત સીમાપાર ગોળીબાર કરી રહી છે. આગામી થોડા દિવસોમાં સીમાપારથી ગોળીબારીમાં તેજીની આશંકા છે.