લખનઉઃ સમાજવાદી પાર્ટીના સાંસદ અને દિગ્ગજ નેતા આઝમ ખાને રામપુર કોર્ટમાં હાજર થવાનું છે. સીતાપુર જેલથી બહાર આવતા આઝમ ખાને કહ્યું કે, મારી સાથે આતંકવાદીઓ વાલો વ્યવહાર થઈ રહ્યો છે. આ સરકારમાં મારી સાથે ખુબ અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. આઝમ ખાનને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સીતાપુરથી રામપુર કોર્ટ લઈ જવામાં આવી રહ્યાં છે. રામપુરની એડીજે-6 કોર્ટમાં આઝમ ખાનની પત્ની તંઝીમ ફાતિમા અને અબ્દુલ્લા આઝમે હાજર થવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપા સાંસદ આઝમ ખાનની સાથે તેની પત્ની તંઝીમ ફાતમા અને પુત્રી અબ્દુલ્લા આઝને રામપુર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્રણેયને રામપુરથી સીતાપુર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. કોર્ટની મંજૂરી વગર આઝમ પરિવારને એકથી બીજી જેલમાં શિફ્ટ કરવાના આધાર બનાવીને હવે આઝમના વકીલે અવમાનનાની અરજી દાખલ કરી છે. 


આ અરજી પર સુનાવણી કરતા શુક્રવારે એડીજે 6 કોર્ટે સપા સાંસદ આઝમ ખાન, તેની પત્ની તંઝીમ ફાતમા અને પુત્ર અબદુલ્લાબ આઝમને રાતોરાત રામપુર જેલથી સીતાપુર જેલ શિફ્ટ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલામાં શનિવારે સુનાવણી છે. 


જેલ બદલવા પર વિરોધ
આઝમ ખાનના વકીલ ખલીલ ઉલ્લાહ ખાને કોર્ટની મંજૂરી વગર જેલ બદલવાને અવમાનના ગણાવી છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે જેલમાં આ ફેરબદલ રાજકીય ષડયંત્ર હેઠળ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આઝમ ખાન વિરુદ્ધ કુલ 83 કેસ નોંધાયેલા છે, જેમાં કેટલાકમાં આઝમની પત્ની અને પુત્ર પણ આરોપી છે. તેને એમપી એમએલએ કોર્ટથી 8 મામલામાં જામીનને મંજૂરી આપી હતી. 


2 જન્મ પ્રમાણ પત્ર બનાવવા સાથે જોડાયેલો છે મામલો
હકીકતમાં સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને બુધવારે પોતાની પત્ની તંઝીમ ફાતમા અને પુત્ર અબ્દુલ્લાની સાથે અપર જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સમર્પણ કર્યું હતું. કોર્ટે અબ્દુલ્લા આઝમને બે જન્મ પ્રમાણ પત્ર બનાવવાના મામલામાં બે માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...