નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના સંદિગ્ધો પર સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. સરકાર નિઝામુદ્દીન વિસ્તારમાં ભેગા થયેલા તમાં 1400 લોકોને કોરોના તપાસ માટે હોસ્પિટલ મોકલી રહી છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈસ્લામિક સંગઠન તબ્લીગી જમાત પર FIR દાખલ કરવાના આદેશ આપ્યા છે. તેના પર લોકડાઉન દરમિયાન કાર્યક્રમ યોજીને મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાનો આરોપ છે. 


તમામ 1400 કોરોના સંદિગ્ધોને હોસ્પિટલ લઈ જવા માટે સરકારે 100 બસોની વ્યવસ્થા કરી. કહેવાય છે કે આ 1400 લોકોમાંથી 300થી વધુ લોકો વિદેશી નાગરિક છે જે સાઉદી અરબ, ઈન્ડોનેશિયા, દુબઈ, ઉઝ્બેકિસ્તાન અને મલેશિયા જેવા દેશથી આવ્યાં છે. નોંધનીય છે કે દિલ્હી સરકારે લોકડાઉનના કારણે કાર્યક્રમને સ્થગિત કરવા માટે બે નોટિસો પણ ફટકારી હતી. પરંતુ આમ છતાં આ કાર્યક્રમનું આયોજન કરાયું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube