નવી દિલ્હીઃ રેસલરો અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર વચ્ચે યોજાયેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠક આશરે 6 કલાક ચાલી હતી. આ બેઠક બાદ સાક્ષી મલિકે કહ્યું કે પોલીસ તપાસ પૂરી થવા માટે 15 જૂન સુધીનો સમય સરકારે આપ્યો છે. આ વચ્ચે રેસલર્સ કોઈ પ્રદર્શન નહીં કરે. બજરંગ, રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક અને તેનો રેસલર પતિ સત્યવ્રત કાદિયાન બેઠક માટે બુધવારે અનુરાગ ઠાકુરના ઘરે પહોંચ્યા હતા. 


ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પૂનિયાની આગેવાનીમાં રેસલરોની ખેલ મંત્રી અનુરાગ ઠાકુરની સાથે આ મહત્વપૂર્ણ બેઠક થઈ છે. સરકારે ભારતીય કુશ્તી મહાસંઘના નિવર્તમાન અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગને લઈને આંદોલન કરી રહેલા રેસલરોની સાથે સમજુતી કરવાનો પ્રયાસ જારી રાખ્યો છે. આ કડીમાં બેઠક યોજાઈ હતી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube