બિહાર: બાહુબલી MLA અનંત સિંહને પકડવા અડધી રાતે પહોંચી પોલીસ, પાછલા બારણે થઈ ગયો ફરાર
પુરતા પુરાવા મળ્યા બાદ પોલીસ અધિકારીઓની ટીમ શનિવારે મોડી રાતે તેમના સરકારી નિવાસસ્થાન પર તેમની ધરપકડ કરવા પહોંચી પરંતુ ત્યાં સુધીમાં અનંત સિંહ પટણા સ્થિત માલ રોડ સરકાર નિવાસસ્થાનેથી રફુચક્કર થઈ ગયા હતાં.
પટણા: આર્મ્સ એક્ટ યુએપીએ એક્ટના આરોપી બિહારના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહની મુશ્કેલીઓ વધી રહી છે. પુરતા પુરાવા મળ્યા બાદ પોલીસ અધિકારીઓની ટીમ શનિવારે મોડી રાતે તેમના સરકારી નિવાસસ્થાન પર તેમની ધરપકડ કરવા પહોંચી પરંતુ ત્યાં સુધીમાં અનંત સિંહ પટણા સ્થિત માલ રોડ સરકાર નિવાસસ્થાનેથી રફુચક્કર થઈ ગયા હતાં.
અત્રે જણાવવાનું કે અનંત સિંહ પર બાઢ પોલીસ સ્ટેશન હદના પૈતૃક ઘર લદમામાં હથિયાર અને વિસ્ફોટક રાખવાનો મામલો નોંધાયેલો છે. હથિયારો મળી આવ્યાં બાદથી અનંત સિંહ પટણા સ્થિત પોતાના સરકારી ઘરમાં જ રહેતા હતાં. અનંત સિંહના સરકાર નિવાસ સ્થાનથી કલમ 307નો આરોપી છોટન સિંહ પણ પકડાયો. પોલીસે અનંત સિંહના ઘર પર લગભગ દોઢ કલાક દરોડાની કામગીરી કરી.
જુઓ LIVE TV