ભરતપુર : રાજસ્થાનના ભરતપુરના કુમ્હેર વિસ્તારના બેલારા કલા ગામમાં ટ્રાફિક પોલીસની મહિલા સબ-ઈન્સ્પેક્ટર મંજૂ ફૌજદારના 19 એપ્રિલ, 2018ના દિવસે લગ્ન છે. મંજુના લગ્નની કંકોતરી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ છે. મંજુના લગ્નની કંકોત્રીમાં નિમંત્રણની સાથે ટ્રાફિક રૂલ્સ પણ છાપવામાં આવ્યા છે.  19 એપ્રિલે મંજૂના લગ્ન શિક્ષક હરવીર સિંહ સાથે થશે. લગ્નની કંકોત્રીમાં ટ્રાફિકના 6 નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ તમામ નિયમો પાળવાની ખાસ સલાહ દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ભરઉનાળે રસ્તા પર હજારો લિટર પાણીનું પૂર!


હવે લગ્ન માટે મંજૂ જ્યારે રજા પર જવાની છે ત્યારે લગ્નની કંકોત્રી દ્વારા જાગૃતિ ફેલાવવાનું કામ ચાલુ રાખ્યું છે. આ કારણોસર તેણે કાર્ડ પર નિમંત્રણની સાથે સાથે ટ્રાફિકના નિયમો પણ લખી દીધા.