J&K: ઘરે જવા માટે લુક બદલ્યો, દાઢી કરી છતા પણ આતંકવાદીઓએ ઠાર માર્યા
મીર એક રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્ર હતા અને તે 2010 બેંચના એક એસઆઇ હતા
શ્રીનગર : જમ્મુ કાશ્મીર પોલીસમાં સબ ઇન્સપેક્ટર ઇમ્તિયાઝ અહેમદ મીરના મનમાં પોતાનાં માતા-પિતાને જોવાની એટલી પ્રબળ ઇચ્છા હતી કે તેમણે આતંકવાદીઓને ભ્રમિત કરવા માટે પોતાની દાઢી પણ કપાવી દીધી હતી. આતંકવાદીઓથી બચવા તેણે પોતાનો લુક બદલી નાખ્યો હતો. જો કે તેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. રવિવારે જ્યારે મીર (30) પોતાનાં ઘરે જઇ રહ્યાહ તા, આતંકવાદની દ્રષ્ટીએ ખુબ જ સંવેદનશીલ પુલવામાના વહીબાગ વિસ્તારમાં અગાઉથી તૈયારી કરી બેઠેલા આતંકવાદીઓએ ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી.
મીર જમ્મુ કાશ્મીર પોલીસનાં સીઆઇડી વિભાગમાં ફરજંદ હતા. એટલું જ નહી જ્યારે મીરનાં શબને તેમના ગામમાં લઇ જવામાં આવ્યું તો પથ્થરમારો કરનારા લોકોએ ત્યાં પણ હૂમલો કરી દીધો હતો. ઇમ્તિયાઝ ઘણા દિવસોથી પોતાનાં માતા-પિતાને મળ્યા નહોતા. આ કારણે કે તેમણે વિચાર્યું કે લુક બદલવાથી તેઓ આતંકવાદીઓની નજરથી બચી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ખીણમાં પોલીસ કર્મચારીઓ આતંકવાદીઓના નિશાન પર છે. એટલે સુધી કે ધમકી મળ્યા બાદ ઘણા પોલીસ કર્મચારીઓ સોશિયલ મીડિયા પર રાજીનામું આપી દીધું હોવાની પણ અફવા ફેલાઇ હતી.
પહેલાથી જ હતો જીવનું જોખમ
સાથીઓએ જણાવ્યું કે, મીરને તેનાં ગામ નહી જવાની ધમકી મળી હતી. તેનાં એક સુપરવાઇજિંગ ઓફીસરે જણાવ્યું કે, મે તેમને જણાવ્યુ હતુ કે આતંકવાદીઓ હૂમલો કરી શકે છે. એટલા માટે તેમણે ન જવું જોઇએ. જો કે તેઓ પોતાનાં માતા-પિતાને મળવા માંગતા હતા. જે પુલવામાના આંતરિક વિસ્તાર સોટાબાગમાં રહે છે.