જમ્મુઃ જમ્મુમાં પંચાયતની ચૂંટણી પહેલા નજરકેદ રાખવામાં આવેલા તમામ નેતાઓને બુધવારે મુક્ત કરી દેવાયા છે અને તેમના ઉપર લગાવાયેલા તમામ પ્રતિબંધો પણ દૂર કરાયા છે. બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સપ્ટેમ્બરમાં પંચાયતની ચૂંટણી જાહેર કરાયા પછી આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કલમ 370 નાબૂદ કરાયા પછી અસંખ્ય નેતાઓને નજરકેદ કરી દેવાયા હતા. જોકે, કાશ્મીર ઘાટીમાં તેમના સમકક્ષ નેતાઓને હજુ પણ નજરકેદ રાખવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે, જમ્મુમાં સંપૂર્ણ શાંતિ છે તેના કારણે રાજકીય બંદીઓને મુક્ત કરવાનો નિર્ણય જમમુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા લેવાયો છે. જે નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં દેવેન્દ્ર સિંહ રાણા, રમન ભલ્લા, હર્ષદેવ સિંહ, ચૌધરી લાલ સિંહ, વિકાર રસુલ, જાવેદ રાણા, સુરજિત સલાથિયા અને સજ્જાદ અહેમદ કિચલુનો સમાવેશ થાય છે. જોકે, હજુ ટોચના રાજકીય નેતાઓ જેમ કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યા નથી. 


'ભારત અને વિશ્વને ગાંધીની જરૂર કેમ છે?', PM મોદીએ લેખ લખીને દુનિયાને સમજાવ્યું


જમ્મુ-કાશ્મીરની 310 બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ માટે 24 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે. રાજ્યના 316 બ્લોકમાંથી 310 બ્લોકની ચૂંટણી યોજાવાની છે. રાજ્યની પંચાયતોના તમામ સભ્યો બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલમાં મતદાન કરશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....