નવી દિલ્લીઃ મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો છે. અહીં સરકાર બનાવવા માટે બહુમતનો જાદુઈ આંકડો 31 સીટોનો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી જીતીને મણિપુરમાં સરકાર બનાવી હતી. હવે ભાજપ સતત બીજી વખત સરકાર બનાવવામાં સફળ રહેશે કે કેમ તેના પર સૌની નજર છે. દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, જેના પ્રારંભિક વલણો દેખાવા લાગ્યા છે. મણિપુરમાં BJP ઈતિહાસ રચી શકે છે. મણિપુર વિધાનસભાના પરિણામો જાહેર થઈ ગયા છે અને મતગણતરી શરૂ થઈ ગઈ છે. BJPના શરૂઆતી ટ્રેન્ડમાં લીડ લીઝે છે અને 16 સીટો પર આગળ ચાલી રહી છે. બીજી તરફ કોંગ્રેસ 10 સીટો પર આગળ છે. રાજ્યની 60 વિધાનસભા બેઠકો પર અત્યાર સુધીમાં 43 બેઠકોના વલણો જાહેર થયા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય એનપીએફ - 5, નેશનલ પીપલ્સ પાર્ટી - 9 અને અન્ય - 3 સીટો પર આગળ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મણિપુરનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો-         60
BJP                  25   
CONG             11
NPF                 06
NPP                 11
OTH                 07


બીજા રાજ્યોમાં પણ જોરદાર લડાઈ-
મણિપુર ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં પણ મતગણતરી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને જોરદાર લીડ મળતી જોવા મળી રહી છે. પંજાબમાં પેચ ફસાયો છે. ઉત્તરખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર દેખાઈ રહી છે. ગોવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ધમાસાણ દેખવા મળી શકે છે.