`2019માં મૈં ભી ચોકીદાર, 2024માં મોદી કા પરિવાર` : અમિત શાહ, નડ્ડા બાદ હવે નેતાઓ લાઈનમાં

BJP Leader X Bio Modi ka Parivar: ભાજપના નેતાઓએ મોદીના પરિવારને બાયો ઓનમાં જોડ્યા બાદ સોશિયલ મીડિયા પર #ModiKaParivar ટ્રેન્ડ થવા લાગ્યો છે. હવે બીજા નેતાઓ પણ પોતાની બાયોમાં ફેરફાર કરે તો નવાઈ નહીં...
BJP Leader X Bio Modi ka Parivar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ટોપના બીજેપીના નેતાઓએ અચાનક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રોફાઈલની બાયોમાં આવતી માહિતીને અપડેટ કરી છે. બપોર સુધી આ નેતાઓએ પોતાના ટ્વીટર હેન્ડલમાં નામની આગળ મોદીનો પરિવાર શબ્દ પણ જોડી લીધો હતો.
ખાસ વાત એ છે કે આ શબ્દનો ઉપયોગ ભાજપના ઘણા નેતાઓએ એક જ સમયે તેમના X એકાઉન્ટ પર કર્યો હતો, જ્યારે બાયોમાં ફેરફાર સાથે સંબંધિત આ ફેરફાર એવા સમયે જોવા મળ્યો હતો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના અદિલાબાદમાં એક જનસભાને સંબોધિત કરી હતી. થોડા સમય પહેલાં મોદીએ કહ્યું હતું કે, આખો દેશ તેમનો (PM મોદી) પરિવાર છે. આવી સ્થિતિમાં, સમજી શકાય છે કે પીએમના તે નિવેદનને ધ્યાનમાં રાખીને, બીજેપીના અન્ય નેતાઓએ તેને પાર્ટીની રણનીતિના ભાગ રૂપે X એકાઉન્ટ પર બાયોમાં ફેરફાર કરી લીધો છે.
બીજેપીના કયા નેતાઓએ ફેરફાર કર્યો?
અમિત શાહ
જેપી નડ્ડા
નીતિન ગડકરી
પિયુષ ગોયલ
અનુરાગ ઠાકુર
સંબિત પાત્રા વગેરે.
ચૂંટણીની મોસમ પહેલા જ મોદીના પરિવારના નામનો ઉપયોગ ભાજપના નેતાઓએ X પર કર્યો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપ આ પારિવારિક અભિગમ દ્વારા મતદારોને રીઝવવા માંગશે. 2019ની સામાન્ય ચૂંટણી પહેલા પણ નરેન્દ્ર મોદીનું એક નિવેદન ખૂબ જ લોકપ્રિય થયું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘હું ચોકીદાર છું.’ આ નારા પર ભાજપ દ્વારા મોટા પાયે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું અને આ વખતે પરિવારના નારા પર ‘મોદીનો પરિવાર’નો નારો જોવા મળે તો નવાઈ નહીં. દિલ્હીના નેતાઓ બાદ હવે ગુજરાતના નેતાઓ પણ લાઈનમાં જોડાઈ જશે.