ચંડીગઢઃ કોંગ્રેસ સાથે વાતચીતની ખબરોને નકારતા કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ બધી વસ્તુનો સમય નિકળી ગયો છે. કેપ્ટનનું સ્પષ્ટ કહેવુ છે કે પડદાની પાછળ વાતચીતના સમાચારો ખોટા છે. તેમણે પાર્ટીથી અલગ થવા અને પદ ત્યાગવાનો નિર્ણય ખુબ સમજી વિચારીને લીધો છે. સહયોગ માટે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) નો આભાર વ્યક્ત કરતા કેપ્ટને કહ્યુ કે, હવે કોંગ્રેસમાં રહી શકે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ, અકાલી સાથે ગઠબંધન માટે વાતચીત કરશે કેપ્ટન
કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા મેનેજરે તેમનું નિવેદન ટ્વીટ કર્યુ જેમાં કહેવામાં આવ્યું છે, 'હું જલદી મારી પાર્ટી શરૂ કરીશ અને કિસાનોના મુદ્દાને ઉકેલ્યા બાદ પંજાબ ચૂંટણી માટે ભાજપ, અલગ થયેલા અકાલી જૂથો અને અન્ય સાથે સીટોની વહેંચણીને લઈ વાતચીત કરીશ. હું પંજાબ અને તેના કિસાનોના હિતમાં મજબૂત સામૂહિક તાકાત બનાવવા ઈચ્છુ છું.'


મહેબૂબાએ PM મોદીને લખ્યો પત્ર, કાશ્મીરી વિદ્યાર્થીઓને છોડવાની કરી માંગ


ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે પહેલા પણ પોતાની પાર્ટી બનાવી હતી અને ચૂંટણી લડવા પર તેમને માત્ર 856 મત મળ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube