ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે તાજેતરમાં DCGIએ બે વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. જેમાં સૌથી પહેલા 'ભારત બાયોટેક' કંપનીની કોવેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. હૈદરાબાદની લેબોરેટરીમાં તૈયાર થયેલી આ રસીને 'ભારત બાયોટેક' કંપનીએ તૈયાર કરી છે. ત્યારે 'ભારત બાયોટેક' કંપનીએ થોડા વર્ષો અગાઉ એવી બિમારીની રસી બનાવવાની જાહેરાત કરી હતી કે જે બિમારીનો ત્યારે ભારતમાં એક પણ કેસ નહોંતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ભારત બાયોટેક'ની જાહેરાતથી સૌ કોઈ આશ્ચર્યચકિત
વર્ષ 2016માં ભારત બાયોટેકે ચોંકાવનારી જાહેરાત કરી કે તેમને ચીકનગુનિયા અને ઝીકા વાયરસની રસી બનાવી દીધી છે. ભારત બાયોટેક કંપનીના મેનેજીંગ ડિરેકટર કૃષ્ણ એલાએ જાહેરાત કરી હતી કે ભારત બાયોટેક કંપનીએ ઝીકા વાયરસના સામે બે વેક્સીન બનાવી દીધી છે. એકતરફ 'ભારત બાયોટેક' કંપની તરફથી મોટી જાહેરાત કરવામાં આવી ત્યા બીજી તરફ વિવાદનો મધપૂડો છંછેડાયો.. કેન્દ્ર સરકારે આ જાહેરાત બાદ ન માત્ર ભારત બાયોટેક પરંતું તેના સિવાયની પ્રાઈવેટ રિસર્ચ કંપનીઓ પર પણ ફિટકાર વરસાવી. ડાયરેકટર જનરલ ઓફ હેલ્થ સર્વિસિઝના ડૉકટર જગદીશ પ્રસાદે નારાજગી દર્શાવતા કહ્યું- વિશ્વમાં જ્યારે ઝીકા વાયરસ જેવી મુસીબત છે તેવા સમયે આ કંપનીઓ ફાયદો ન ઉઠાવી શકે. કેન્દ્ર સરકારનું સ્વાસ્થ્ય વિભાગ રિસર્ચની કામગીરી કરવા સક્ષમ છે.



વર્ષ 2021માં આ કંપનીઓ બહાર પાડશે નવા IPO, જલદી જાણીલો તો ફાયદામાં રહેશો


સ્વાસ્થ્ય વિભાગે 'ભારત બાયોટેક'ને આપી નોટિસ
ઝીકા વાયરસની રસી બનાવવાનો દાવો કરનાર 'ભારત બાયોટેક' કંપનીને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગે નોટિસ મોકલી. હજી સુધી દુનિયામાં ક્યાં ઝીકા વાયરસની વેક્સીન નહોંતી ત્યા 'ભારત બાયોટેક' કંપનીએ કઈ રીતે વેક્સીન બનાવી. સ્વાસ્થ્ય વિભાગ એ બાબતથી પણ નારાજ હતું કે કેન્દ્ર સરકારને જાણ કર્યા વિના 'ભારત બાયોટેક' ઝીકા વેક્સીનની જાહેરાત કઈ રીતે કરી શકે.ત્યારબાદ એ સવાલ ચર્ચાનું કેન્દ્ર રહ્યો કે જે સમયે ભારતમાં ઝીકા વાયરસનો એક પણ કેસ નહોંતો તેવામાં 'ભારત બાયોટેક' કંપની કોની પરવાનગી લઈને ઝીકા વાયરસને દેશમાં લાવી અને તેના પર વેક્સીન બનાવવાનું કામ કર્યું. આ ચર્ચાનો અંત ન આવ્યો અને 'ભારત બાયોટેક'ની વેબસાઈટમાં પણ ચીકનગુનિયા કે ઝીકા વાયરસની રસી દર્શાવવામાં આવી નહીં.


Corona Vaccine: હવે થશે કોરોનાનો ખાતમો, આવી રહી છે ઢગલાં બંધ વેક્સિન


હાલ 'ભારત બાયોટેક'ની વેબસાઈટ પર 'કોવેક્સીન'નો ઉલ્લેખ કરાયો છે. હાલમાં કોવેક્સીન તેના અંતિમ ચરણમાં છે અને તેના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.26 હજારથી વધુ લોકો પર 'કોવેક્સીન' નો ટ્રાયલ કરવામાં આવ્યો છે.


ભારત બાયોટેક કંપનીએ બનાવી છે જુદી જુદી વેક્સિન
ભારત બાયોટેક કંપની ડૉકટર કૃષ્ણા એલાની છે. ભારત બાયોટેક કંપનીએ રિસર્ચ અને વેક્સીન બનાવવાની કામગીરી પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું.  ભારત બાયોટેક કંપનીએ સૌથી પહેલા હેપેટાઈટીસ બી વેક્સીન બનાવી. ત્યારબાદ વેક્સીન અને રિસર્ચ કામગીરી પર થતી રહી. ભારત બાયોટેક કંપનીએ હેપેટાઈટીસ, રૈબીઝ,જાપાની ઈનસિફિલાઈટીસ,રોટાવાયરસ, ફલુ, ડિપ્થેરિયા અને ટેટનસની વેક્સીન બનાવી. 'ભારત બાયોટેક'ના મેનેજિંગ ડિરેકટર કૃષ્ણા એલા હાલમાં કેન્દ્રીય કેબિનેટના વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સદસ્ય છે. ભારત બાયટેક કંપનીમાં અંદાજે 1,500 કર્મચારીઓ કામ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube