નવી દિલ્હી: દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં આજે ફાયનલ નિર્ણય લેવાઈ ગયો છે કે નડ્ડાના અધ્યક્ષપદ હેઠળ ભાજપ આગામી લોકસભા અને 9 રાજ્યોની ચૂંટણી લડશે. નડ્ડાના કાર્યકળમાં ભાજપે ભવ્ય જીત મેળવતાં હવે ભાજપ આ સફળતાને આગળ વધારવા માગે છે. ભાજપની દિલ્હીની આ બેઠકના એજન્ડામાં મુસ્લિમ મહિલાઓની સામાજિક સુરક્ષાનો મુદ્દો સમાવીને તેના પર  વિશેષ ચર્ચા રખાઈ એ સૂચક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ આપતાં કાયદો બનાવ્યો તેને મુસ્લિમ મહિલાઓએ આવકાર્યો હતો. ભાજપને ઉત્તર પ્રદેશમાં તેનો ફાયદો મળ્યો છે. ભાજપે છેલ્લી કારોબારી બેઠકમાં મુસ્લિમોમાં પછાત મનાતા પસમંદા મુસ્લિમોની સ્થિતિ સુધારવા પર ભાર મૂક્યો હતો. 


1.40 કરોડ ગુજરાતીઓને સૌથી મોટો ઝટકો, વીજદરમાં કરાયો ધરખમ વધારો


યુપીમાં આ મુદ્દાનો ભાજપને લાભ મળ્યો છે તેથી ભાજપ આ એજન્ડાને આગળ વધારશે. ભાજપે તમામ હોદ્દેદારોને દેશભરમાં  ફરી વળીને લઘુમતીઓ માટે થઈ રહેલાં કામોથી વાકેફ કરવા પણ આદેશ આપ્યો છે. હાલમાં મોદી સરકારમાં લધુમતિ ચહેરો ન હોવાનો મોટો ગેરફાયદો છે.


બની શકે કે ભાજપ મંત્રીમંડળના વિસ્તરણમાં ફરી લઘુમતિ નેતાઓને પ્રાધાન્ય આપી શકે છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં લોકસભામાં જીત મેળવવા માગે છે. ભાજપે મુસ્લિમ મહિલાઓના આ મુદ્દાને સમાવીને ભાજપે સંકેત આપી દીધો છે કે, આ વર્ષે થનારી નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ મુસ્લિમ કાર્ડ ખેલીને કોંગ્રેસ તથા અન્ય પ્રાદેશિક પક્ષોની મતબેંકમાં ગાબડું પાડવા માગે છે. 


ગુજરાતના આ વિસ્તાર સહિત શહેરમાં કાશ્મીર જેવી સ્થિતિ! છેલ્લા 15 વર્ષથી અમલમાં છે...'


હાલમાં ભાજપ હિન્દુત્વના નામે મતબેંક તો કબજે કરે છે પણ પ્રાદેશિક પક્ષો મુસ્લિમ કાર્ડ ખેલીને આ વોટબેકનો તગડો લાભ લેવા માગે છે.