ભોપાલઃ એમપીમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં શિવરાજ ચૂંટણી જીતવા માટે સક્રિય થઈ ગયા છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય સંમેલનના ઉદઘાટનમાં સર્જાયેલી અંધાધૂંધી અને અરાજકતાથી નરેન્દ્ર મોદી (PM MODI) શિવરાજસિંહ ચૌહાણ પર અકળાઈ ગયા હતા.  મોદીના (modi) ભાષણ પહેલાં ઘણા NRIને હોલમાં પ્રવેશતા રોકવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન થયેલી ધક્કામુકીમાં  એક એનઆરઆઈને ઈજા પણ થઈ હતી. લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને પણ મુખ્ય સમારંભમાં જતા રોકવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોનું કહેવું છે કે, હોલની ક્ષમતા ૨૨૦૦ લોકો બેસી શકે તેવી ક્ષમતા હતી પણ એક સાથે ત્રણ હજારથી વધુ લોકો આવી જતાં ગેટ બંધ કરી દેવાયો હતો.  કેટલાક NRI બળજબરીથી ગેટ ખોલીને અંદર ઘૂસી જતાં સિક્યુરિટી સ્ટાફ સાથે ઝપાઝપી પણ થઈ હતી.  


આ હોબાળાથી  મોદીએ શિવરાજ (Shivraj chauhan) સામે નારાજગી વ્યક્ત કરતાં શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj chauhan) મોદીની હાજરીમાં સ્ટેજ પરથી માફી માગવી પડી હતી. ચૌહાણે હોલ નાનો પડયો હોવાથી લોકોને પ્રવેશ નહીં આપી શકાયો એ બદલ માફી માંગીને કહ્યું કે, હોલ ભલે નાનો પડયો હોય પણ અમારા દિલમાં જગ્યાની કોઈ કમી નથી.


આ પણ વાંચોઃ શોખ બડી ચીજ હૈ! ડોગની સાઈઝ જોઈને જ ગભરાઈ જશો, ખાસિયતો ખાસ જાણો


ચૌહાણે વધુમાં ઉમેર્યું, “આજે એક દુર્લભ પ્રસંગ છે જ્યારે ત્રણ દેશોના રાષ્ટ્રપતિઓ એક જ મંચ પર હાજર હોય છે. હું ખૂબ ખુશ છું, પણ ઉદાસી પણ છે. ઈન્દોરે તમારું સ્વાગત કર્યું છે, પરંતુ જ્યારે તમે વિદાય આપો છો, ત્યારે પીડા થાય છે. પ્રવાસી ભારતીય સંમેલન એ 9 જાન્યુઆરી 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધીના પરત ફર્યાની યાદમાં વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત દ્વિવાર્ષિક કાર્યક્રમ છે. તે વિદેશી ભારતીયોના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરે છે. હાલમાં, 1.35 કરોડ NRI સહિત 4.7 કરોડ ભારતીયો વિદેશમાં રહે છે.


મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે (10 જાન્યુઆરી) ઇન્દોરમાં આયોજિત 17મા પ્રવાસી ભારતીય સંમેલન દરમિયાન થયેલી કોઈપણ અસુવિધા માટે બિન-નિવાસી ભારતીયો (NRIs)ની માફી માંગી હતી. ત્રણ દિવસીય કાર્યક્રમમાં 70 દેશોમાંથી 3,500 પ્રતિનિધિઓ ઈન્દોર શહેરમાં ઉમટી પડ્યા હતા. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદ્ઘાટન ભાષણ જોવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો, પરંતુ માત્ર થોડા જ લોકો હોલમાં પ્રવેશી શક્યા હતા અને ભાષણ માટે બેઠા હતા. આ ઘટનાને કારણે ઘણા NRIઓએ તેમની નિરાશા વ્યક્ત કરી હતી અને વિપક્ષોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ મુખ્ય પ્રધાને તેને પોતાની આગવી રીતે સંભાળ્યો હતો.


આ પણ વાંચો- ગજબની જગ્યા! જેલમાં રહેતા કેદીની જેમ જીવન જીવવું છે તો અહીં રૂપિયા ભરીને રહી શકાશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube