નવી દિલ્હીઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant kishor) એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત કરી છે. રાજકીય ઘટનાક્રમક પ્રમાણે આ મહત્વપૂર્ણ બેઠક રાહુલ ગાંધીના આવાસ પર યોજાઈ છે. ચર્ચા છે કે રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોર વચ્ચે આ પ્રથમ પર્સનલ મીટિંગ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બેઠક દરમિયાન પ્રિયંકા ગાંધી અને કેવી વેણુગોપાલ તથા પંજાબ પ્રભારી હરીશ રાવત પણ હાજર રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબ ચૂંટણીને લઈને ચર્ચા?
અટકળો લગાવવામાં આવી રહી છે કે રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરની બેઠક દરમિયાન પંજાબ ચૂંટણી  (2022 Punjab Legislative Assembly Election) મુદ્દે ચર્ચા થઈ શકે છે. થોડા મહિના પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રશાંત કિશોરને પોતાના મુખ્ય સલાહકાર બનાવ્યા હતા અને ત્યારબાદ કિશોરે ધારાસભ્યો અને અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. 


આ પણ વાંચોઃ 16 જુલાઈએ આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ પર બેઠક કરશે PM મોદી


શરદ પવાર સાથે કરી ચુક્યા છે મુલાકાત
મહત્વનું છે કે આ પહેલા પ્રશાંત કિશોરે પાછલા મહિને એનસીપી ચીફ શરદ પવાર  (Sharad Pawar) સાથે મુલાકાત કરી હતી. શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે બે-ત્રણ તબક્કામાં બેઠકો થઈ ચુકી છે. પ્રશાંત કિશોરે હાલમાં પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની જીતમાં રણનીતિકારની ભૂમિકા ભજવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube