નવી દિલ્હી : દિલ્હી -NCRની હવા આગામી દિવસોમાં વધારે ખરાબ થવાની છે. પરિસ્થિતી એવી છે કે પ્રદૂષણના કારણે દિલ્હી ચોક હોઇ શકે છે, એટલે કે અહીની હવામાં શ્વાસ લેવું પણ અઘરુ થઇ જશે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા જાહેર કરાયેલી સેટેલાઇટ ઇમેજ પર નજર કરીએ તો સ્થિતી લાલ- લાલ ડોટથી રહેલી તસ્વીરો ખતરા તરફ ઇશારો કરે છે. 28 ઓક્ટોબરે નાસાની તસ્વીર પર નજર કરીએ તો પંજાબના મોટા ભાગના વિસ્તારોમાં આગ લાગેલી છે. અહીં ખેડૂતો મોટા પ્રમાણમાં પરાલી સળગાવી રહ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપર તસ્વીરમાં જે રેડ ડોટ દેખાય છે તે સળગી રહેલી પરાલી(ભુંસા)ની તસ્વીર છે. તસ્વીરથી જાણવા મળે છે કે હરિયાણામાં પરાલી સળગાવવાનાં ઉદાહરણ ઓછા છે, જો કે સમગ્ર પંજાબમાં ઘણા બધા રેડ ડોટ જોવા મળી રહ્યા છે. આ તે જ વિસ્તારો છે જ્યાંના ખેડૂતો પરાલી સળગાવ્યા જ કરે છે. 

નાસાની તસ્વીરો પર નજર નાખીએ તો મહીનાની શરૂઆતથી જ રાજ્યમાં પરાલી સળગાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. સરકાર દ્વારા સતત ભુસુ સળગાવનારા ખેડૂતોને તેવું નહી કરવા માટેની ભલામણ કરાઇ રહી છે. જો કે આવી ઘટનાઓમાંકોઇ જ ઘટાડો નથી થઇ રહ્યો. વડાપ્રધાન પોતે જ આવુ નહી કરવા માટેની અપીલ કરી ચુક્યા છે.