નવી દિલ્હી: પોંજી કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કેડી સિંહની 238 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. પોંજી કોભાંડમાં ટીએમસી નેતાની સામેલગીરીને લઇને ઇડીએ હિમાચલ, ચંડીગઢ અને હરિયાણામાં ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ઇડીએ હિમાચલના કુફરીમાં ટીએમસી સાંસદના રિસોર્ટ, ચંડીગઢમાં તેમના શોરૂમ અને હરિયાણામાં તેમની ઘણી સંપત્તિઓ અને બેંક એકાઉન્ટ્સ સીઝ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: બુલંદશહેર હિંસા: પ્રશાંત નટની પત્નીએ કહ્યું- ‘પોલીસે જ ઘરમાં મુક્યો હતો ઇન્સ્પેક્ટર સુબોધનો ફોન’


આ પહેલા 11 નવેમ્બર 2018 ના કર્ણાટકના પૂર્વ મંત્રી અને ખનન ઉદ્યોગપતિ જી જનાર્દન રેડ્ડીનું પોંજી કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પોંજી કૌભાંડ મામલે રેડ્ડીથી પૂછપરછ કરી હતી. એડિશનલ પોલીસ કમિશનર (ગુના) આલોક કુમારે તેની જાણકારી આપી હતી.


ઓવેસીએ ભારત રત્નને લઇ ઉઠાવ્યો સવાલ, કહ્યું- ‘મજબૂરીમાં આંબેડકરને આપ્યું આ સન્માન’


કુમારે જણાવ્યું હતું કે રેડ્ડી 10 નવેમ્બરે કેન્દ્રીય ગુના શાખા (સીસીબી)ના કાર્યાલય પહોંચ્યા હતા. રવિવારની સવારે પૂછપરછ સમાપ્ત થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સીસીબીએ આ મામલે રેડ્ડીના વિશ્વસનીય ભાગીદાર અલી ખાનની પણ ધરપકડ કરી લીધી છે.


વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી વહેલી થવાનો સંકેત, વિગતો મોકલવા તમામ રાજ્યોને આદેશ


કથિત રીત પર ફરાર રેડ્ડી તેમના વકીલોની સાથે પોલીસની સમક્ષ હાજર થયા હતા. તેમણે દાવો કર્યો કે તેમની સામે જે પણ આરોપ લાગવવામાં આવ્યા છે તે ‘રાજકીય ષડયંત્ર’નો ભાગ છે. કરોડો રૂપિયાની લેણદેણ મામલે હું સીસીબી પોલીસને બુધવારથી રેડ્ડીની શોધ કરી રહી હતી. આ લેણદેણ કથિત રીતથી એક પોંજી યોજનાથી સંબંધિત છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...