Pornography Case: Raj Kundra ની વધી મુશ્કેલીઓ, 27 જુલાઈ સુધી જેલમાં રહેવું પડશે
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ (Pornography Case) બનાવવા અને તેને મોબાઈલ એપ્સ પર સ્ટ્રીમ કરવા માટે સોમવારે 19 જુલાઈના ધરપકડ કરવામાં આવી હતી
નવી દિલ્હી: એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ (Pornography Case) બનાવવા અને તેને મોબાઈલ એપ્સ પર સ્ટ્રીમ કરવા માટે સોમવારે 19 જુલાઈના ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની (Raj Kundra) વિરૂદ્ધ ફેબ્રુઆરીમાં કેસ નોંધ્યો હતો અને 19 જુલાઈના તેની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે રાજને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
ત્યારબાદ તેને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં (Police Custody) રાખવાનો ચુકાદો આપ્યો હતો. આજે રાજ કુન્દ્રાને (Raj Kundra) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે રાજ કુન્દ્રાને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો:- રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસના તાર સુરત સાથે જોડાયા, ફિલ્મોને લઈને થયો મોટો ખુલાસો
મુંબઇ પોલીસે માંગી રાજની કસ્ટડી
મુંબઇ પોલીસે રાજ કુન્દ્રાની (Raj Kundra) વધુ સાત દિવસની કસ્ટડીમાં રાખવાની માંગ કરી છે. પોલીસે કહ્યું કે, આ મામલે પણ હજી વધુ તપાસ એન પુરાવા મળવાના બાકી છે. જેના માટે તેમને સમય જોઇએ છે. પોલીસનું કહેવું છે કે, રાજ કુન્દ્રાએ ઓનલાઈન સટ્ટાબાજી પણ કરી છે. જેમાં તેણે યસ બેન્કના એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. તેના વીશે પણ હજી તપાસ કરવાની બાકી છે. તેથી રાજ કુન્દ્રા પોલીસ કસ્ટડીમાં રાખવાની જરૂર છે.
આ પણ વાંચો:- પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પાની પહેલી સોશિયલ મીડિયા પોસ્ટ, જાણો શું કહ્યું?
પોલીસના જણાવ્યા અનુસાર, કુન્દ્રાની ધરપકડ થયા બાદ 21 જુલાઈના કેટલાક જરૂરી ડેટા ડિલીડ કરવામાં આવ્યા છે. આ ડેટાને રિકવર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જ્યારે કુન્દ્રાને નોટીસ મોકલવામાં આવી હતી ત્યારે તેના ગૂગલ અને એપલ સ્ટોરથી હોટસ્ટાર જેવી એપ્સને હટાવી દેવામાં આવી હતી. તેના હટાવ્યા બાદ કુન્દ્રાએ પોલીફિલ્મ્સની શરૂઆત કરી હતી, જે તેનો પ્લાન બી હતો. તેના પર એડલ્ટ કન્ટેન્ટ સ્ટ્રીમ કરવામાં આવતી હતી.
આ પણ વાંચો:- Anupama: શાહ પરિવારમાં થશે હંગામો, રસ્તા પર આવ્યો વનરાજ
કુન્દ્રાનું કહેવું હતું કે, તેણે આ કંપનીને છોડી દીધી હતી. જો કે, કંપનીના દરેક ખર્ચની જાણકારી મળતી હતી. જે લગભગ 4000 થી 10000 ડોલર હતો. તમને જણાવી દઇએ કે, એક્ટ્રેસ પૂનમ પાંડેએ પણ રાજ કુન્દ્રા પર ધમકી આપવા અને તેના નંબરને લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. પોર્ન મામલે રાજ કુન્દ્રાને મુંબઇ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી ગણાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube