મુંબઈઃ મહારાષ્ટ્રમાં મંત્રીઓ વચ્ચે વિભાગોની ફાળવણી થઈ ગઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાની પાસે શહેરી વિકાસ મંત્રાલય (Ministry of Urban Development)  રાખ્યું છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગૃહ અને નાણા મંત્રાલય મળ્યું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય મંત્રીમંડળના નવ નિયુક્ત મંત્રીઓને વિભાગોની ફાળવણીની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીની પાસે સામાન્ય વહીવટ, શહેરી વિકાસ, સૂચના તથા ટેક્નોલોજી, સૂચના તથા જનસંપર્ક, લોક નિર્માણ (જાહેર પરિયોજનાઓ), પરિવહન, માર્કેટિંગ, સામાજિક ન્યાય અને વિશેષ સહાય, રાહત અને પુનર્વસન, આપત્તિ વ્યવસ્થાપન, જમીન અને જળ સંરક્ષણ, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, લઘુમતી અને ઔકાફ મંત્રાલય હશે. તો નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પાસે ગૃહ, નાણાં અને આયોજન, કાયદો અને ન્યાય, જળ સંસાધન અને નફાકારક ક્ષેત્ર વિકાસ, આવાસ, ઉર્જા વિભાગો હશે.


લાલ કિલ્લાએથી 9 મી વખત દેશને સંબોધશે પીએમ મોદી, એલર્ટ બાદ સુરક્ષા વધારી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube