કોલકત્તાઃ પશ્વિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશનો એક ભાગ શુક્રવારે મોડી સાંજે દુર્ઘટનાગ્રસ્ત થઈને પડી ગયો હતો. સ્ટેશનના પ્રવેશ દ્વારની પાસે થયેલી દુર્ઘટનામાં ઘણા યાત્રીકો કાટમાળમાં દબાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના બાદ રેલવેના તમામ અધિકારી અને સ્થાનીક તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે. શરૂઆતી જાણકારી, અનુસાર દુર્ઘટનામાં 5 લોકોને ઈજા થઈ છે, જેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બર્ધમાન રેલવે સ્ટેશન પૂર્વી રેલવેના એક મુખ્ય રેલવે સ્ટેશનોમાંથી એક છે. બંગાળના આ રેલવે સ્ટેશન પર જે સમયે દુર્ઘટના થઈ ત્યારે ત્યાં મોટી સંખ્યામાં મુસાફરો હાજર હતા. સૂત્રો અનુસાર, આ ઘટના બાદ કાટમાળમાં યાત્રીકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેને જોતા રેલવે સ્ટેશન પર રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની સાથે રેલવે અને સ્થાનિક પોલીસના લોકો પણ સામેલ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....