નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મિદનાપુરાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (16 જુલાઇ, 2018)નાં રોજ ખેડૂત કલ્યાણ રેલીને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. જ્યારે તેઓ અહીં પર ખેડૂત રેલીને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન પંડાલનો એક હિસ્સો પડી ગયો. મીડિયા રિપોર્ટ અનુસાર અત્યાર સુધી 20 લોકો ઘાયલ થયા હોવાનાં સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હોસ્પિટલમાં ઘાયલોને મળવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે ઘાયલોની તબિયત પુછી હતી. તેમને સહાયતા આપવાની પણ સાંત્વના આપી હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રેલી સ્થળના મુખ્યપ્રવેશદ્વાર નજીક આ તંબુ બનાવાયો હતો. જેથી વરસાદતી બચી શકાય. અધિકારીઓએ જણાવ્યું કે, રેલી દરમિયાન અનેક ઉત્સાહી ભાજપ કાર્યકર્તાઓ તંબુની અંદર એકત્ર થવા લાગ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓ તેને ધ્યાન રાખવા માટે કહી રહ્યા હતા. વડાપ્રધાન જ્યારે ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાની માહિતી હોવા અંગે કહ્યું કે, અહીં હાજર લોકોનો ખુબ જ આભાર વ્યક્ત કરીએ


 



અધિકારીએ જણાવ્યુ કે, ભાજપના સ્થાનીક એકમ અને સાથે જ ડોક્ટર્સ તથા એસપીજી કર્મી સહિત મોદીના નજીકના સ્ટાફ ઘાયલોની મદદ માટે આગળ આવે. દુર્ઘટનામાં ઘાયલ લોકોનો હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યા છે. કાર્યક્રમ ખતમ કર્યા બાદ વડાપ્રધાન મોદી ઘાયલોને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન એક ઘાયલનાં માથા પર હાથ ફેરવતા વડાપ્રધાને કહ્યું કે, ખુબ જ હિમ્મત છે બેટા તારી અંદર.