નવી દિલ્હી : તમે ધોરણ 12 પાસ છો અને સરકારી નોકરી કરવી હોય તો તમારા માટે આ ઉત્તમ તક છે. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટમેન અને મેલગાર્ડનાં પદ પર ભરતી જાહેર કરી છે. પસંદગી પામેલા ઉમેદવારોની પોસ્ટિંગ પશ્ચિમ બંગાળના અલગ અલગ સ્થળો પર હાલની પોસ્ટ ઓફીસમાં કરવામાં આવશે. જે ઉમેદવારો અરજી કરવા ઇચ્છે છે તેઓ અધિકારીક વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે. 

ખાલી જગ્યા : પોસ્ટ વિભાગ દ્વારા કુલ 266 પોસ્ટ માટે જગ્યા બહાર પાડવામાં આવી છે. આ ભર્તીમાં ઓબીસી માટે 158, એસસી માટે 69 અને એસટી માટે 39 પદ રાખવામાં આવ્યા છે. 
યોગ્યતા : આ ભરતી માટે કોઇ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાં 12 પાસ કરી ચુકેલા ઉમેદવાર અરજી કરી શકે છે. 
વય મર્યાદા : ભરતીમાં 18 વર્ષથી 27 વર્ષ સુધીનાં ઉમેદવાર અરજી કરી શકે છે. 
પરીક્ષા ફી : આવેદન કરવા માટે ઉમેદવારોને 120 રૂપિયા ફી ની ચુકવણી કરવી પડશે. જ્યારે એસસી-એસટી અને મહિલા ઉમેદવારોને ફી નહી આપવી પડે. જ્યારે એક્ઝામીનેશન ફી 400 રૂપિયા હશે. 
સેલેરી : પસંદગી પામેલા ઉમેદવારોની સેલેરી 21700થી 36100 રૂપિયા ચુકવવામાં આવશે. 
અંતિમ તારીખ : અરજી કરવાની છેલ્લી તારીખ 24 નવેમ્બર, 2018 છે. 
અરજી : ઇચ્છુક ઉમેદવાર પોસ્ટ વિભાગની વેબસાઇટ www.westbengalpost.gov.in પર જઇને એપ્લાઇ કરી શકે છે. 
કઇ રીતે થશે પસંદગી : ઉમેદવારોની પસંદગી એપ્ટીટ્યૂટ ટેસ્ટનાં આધારે કરવામાં આવશે.