મુંબઈ: ગ્રિડ ફેલ થવાના કારણે આજે સવારે દેશની આર્થિક રાજધાની મુંબઈના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ. વીજ પૂરવઠો ખોરવાઈ જવાથી જરૂરિયાતની સેવાઓ માટે ચલાવવામાં આવી રહેલી મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનો પણ અટકી પડી. વીજળી પૂરવઠો ખોરવાતા જૂહુ, અંધેરી, મીરા રોડ, નવી મુંબઈ, થાણે અને પનવેલ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા. સ્થાનિક લોકો ટવિટર પર સતત અચાનક વીજળી ડૂલ થવાની ફરિયાદો કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TATAથી આવતી વીજળીમા સમસ્યા સર્જાઈ
બૃહદ મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટના પ્રવક્તાએ પુષ્ટિત કરતા કહ્યું કે ગ્રિડની ખરાબીના કારણે શહેરમાં વીજળીનો પૂરવઠો ખોરવાયો છે. વીજળી વિભાગ દ્વારા કરાયેલી એક ટ્વીટ મુજબ TATAમાથી આવતી વીજળીના પૂરવઠામાં મુશ્કેલી સર્જાતા વિદ્યુત પૂરવઠો ખોરવાયો છે. 



અત્રે જણાવવાનું કે શહેરમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત BEST, અદાણી ઈલેક્ટ્રીસિટી, અને ટાટા પાવર સપ્લાય સહિત અનેક ઓપરેટર છે. અદાણી વીજળી કંપનીએ 500 મેગાવોટની વીજળીનો પ્લાન્ટ શરૂ કર્યો છે જેનો સપ્લાય મુંબઈને થાય છે. મુંબઈને રોજનો 1600 થી 1700 મેગાવોટ વીજળીની જરૂર પડે છે. આવામાં મુંબઈને 1000થી 1100 મેગાવોટ વીજળીની અછત સર્જાય છે. 



ગ્રિડ ફેલ થવાના કારણે સવારે 10.05થી ચર્ચગેટ અને બોરીવલીની લોકલ ટ્રેન સેવાઓ બંધ થઈ છે. જો કે વસઈ રોડ પર ઉપલબ્ધ MSETCLથી વીજળી આપૂર્તિ થતા બોરીવલીથી વિરાર વચ્ચે જરૂરી ટ્રેનો ચાલુ છે. ચર્ચગેટ-બોરીવલી સેક્શનમાં સેવાઓ શરૂ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.