PMGKAY: પીએમ મોદીએ કરી અત્યંત મહત્વની જાહેરાત, 80 કરોડથી વધુ લોકોને પાંચ વર્ષ સુધી મળશે આ લાભ
PMGKAY: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ છત્તીસગઢના દુર્ગમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોટી જાહેરાત કરી. તેમની આ જાહેરાતોથી દેશના લગભગ 80 કરોડથી વધુ લોકોને લાભ મળશે.
PMGKAY: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ છત્તીસગઢના દુર્ગમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી પાંચ વર્ષ સુધી ગરીબોને વિના મૂલ્યે રાશન મળતું રહેશે. તેમની આ જાહેરાતોથી દેશના લગભગ 80 કરોડથી વધુ લોકોને લાભ મળશે.
જનસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મે નિશ્ચિય કર્યો છે કે દેશના 80 કરોડ ગરીબોને મફત રાશન આપનારી યોજનાને ભાજપ સરકાર હવે આગામી 5 વર્ષ માટે આગળ વધારશે. તમારો આ પ્રેમ અને આશીર્વાદ મને હંમેશા પવિત્ર નિર્ણય લેવાની તાકાત આપે છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube