નવી દિલ્હી: મધ્ય પ્રદેશની હાઈપ્રોફાઈલ લોકસભા બેઠક ભોપાલથી પ્રજ્ઞા ઠાકુરે ઉમેદવારી પાછી ખેંચીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. પરંતુ આ ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર નહીં પરંતુ સેમ ટુ સેમ નામવાળા અપક્ષ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર છે. જેમણે ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના કહેવા પર ઉમેદવારી પાછી ખેંચી છે. જેના કારણે ભાજપને મોટી રાહત મળી છે. વાત જાણે એમ છે કે ભોપાલ લોકસભા બેઠખ માટે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના સેમ ટુ સેમ નામવાળા ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર ચૂંટણી મેદાનમાં હતાં. જેના કારણે ભાજપ સહિત ખુદ પ્રજ્ઞા ઠાકુરને પણ મુશ્કેલીઓ નડી રહી હતી. કારણ કે એક જેવું નામ હોવાના કારણે ક્યાંક જનતા ભ્રમિત ન થાય તેવો ડર હતો. ત્યારબાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આ બીજા પ્રજ્ઞા ઠાકુરને મળવા માટે ઘરે બોલાવ્યાં અને ત્યાં તેમને ચૂંટણી ન લડવાની અપીલ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાધ્વી પ્રજ્ઞા સાથે મારી તુલના ન કરો, તેઓ એક મહાન સંત અને હું સાધારણ મૂર્ખ પ્રાણી: ઉમા ભારતી


સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મનાવતા આખરે આ બીજા પ્રજ્ઞા ઠાકુર માની ગયા અને તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી. ત્યારબાદ હવે ભાજપે રાહતના શ્વાસ લીધા છે. પ્રજ્ઞા ઠાકુરની ચૂંટણી ન લડવાની જાહેરાત બાદ સાધ્વી પ્રજ્ઞાએ પ્રજ્ઞા ઠાકુરને ભગવા કપડાં પહેરાવીને તથા તિલક લગાવીને તેમનું સન્માન કર્યું. આ દરમિયાન ભાજપના અનેક મોટા નેતાઓ સાધ્વી પ્રજ્ઞાના ઘરે હાજર હતાં. જેમાં ભાજપ પ્રદેશાધ્યક્ષ પ્રભાત ઝા તથા અનેક સ્થાનિક નેતાઓ સામેલ હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...