Prajwal Revanna: જનતા દળ (સેક્યુલર)ના સાંસદ પ્રજ્વલ રેવન્નાના અશ્લીલ વીડિયો આખરે કેવી રીતે લીક થઈ ગયા? એ પણ ચૂંટણી ટાણે જ? રેવન્ના પરિવારના પૂર્વ ડ્રાઈવરે આ સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વ્યક્તિએ કહ્યું કે તેણે વીડિયો ભાજપના નેતાને આપ્યા હતા. આ ડ્રાઈવરનું નામ કાર્તિક છે. કાર્તિકે કહ્યું કે, મે આ વીડિયો ભાજપના નેતાને આપ્યા જણે મહિલાઓને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું. કાર્તિકે દાવો કર્યો કે રેવન્ના પરિવારના લોકોએ તેને ખુબ પરેશાન કર્યો અને તેની જમીનનો કેટલોક હિસ્સો જબરદસ્તીથી પોતાના નામે કરાવી લીધો. જેથી તંગ આવીને તેણે ભાજપના આ નેતાનો સંપર્ક કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણે વીડિયો વાયરલ કર્યા
પૂર્વ ડ્રાઈવર કાર્તિકના જણાવ્યાં મુજબ તેણે આ વીડિયોની પેનડ્રાઈવ ભાજપના નેતા દેવરાજે ગૌડાને સોંપ્યા હતા. કાર્તિકે એક વીડિયો જારી કરીને કહ્યું કે 'મને નથી ખબર કે ગૌડાએ પેનડ્રાઈવ વહેંચી કે પછી ભાજપના લોકોએ આવું કર્યું. મે તો પેન ડ્રાઈવ તેમના સિવાય કોઈને આપી નથી. હવે તેઓ આરોપ  લગાવી રહ્યા છે કે મે કોંગ્રેસના નેતાઓને આપી દીધી.' તેમણે કહ્યું કે જો મારે કોંગ્રેસના નેતાઓને જ આપવી હોત તો હું ન્યાય માટે તેમની પાસે ગયો જ નહોત. 


ST સામે હાજર થશે કાર્તિક
કાર્તિકે કહ્યું કે, સોમવારે હું એસઆઈટી સામે હાજર થવાનો છું. આ દરમિયાન હું તમામ દસ્તાવેજ સોંપી દઈશ. કાર્તિક તરફથી આવી સ્પષ્ટતા ત્યારે આવી જ્યારે ગૌડાએ સોમવારે કહ્યું કે તેણે (કાર્તિકે) કોંગ્રેસ નેતાઓને વીડિયો શેર કર્યા. પૂર્વ ડ્રાઈવરે ભારપૂર્વક કહ્યું કે તે ભાજપના નેતા સિવાય કોઈની પણ સાથે વીડિયો શેર કરવાના નિર્ણયનો ભાગ નહતો. 


ગૌડાએ કરી હતી રેવન્નાની ફરિયાદ
અત્રે જણાવવાનું કે દેવરાજે ગૌડા 2019ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા. તેમણે સ્ટેટ લીડરશીપને રેવન્ના વિરુદ્ધ આ આરોપો અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે હાસન માટે એનડીએ ઉમેદવાર તરીકે રેવન્નાના નામની જાહેરાતથી થોડા મહિના પહેલા તેઓ મહિલાઓનું યૌન શોષણ કરતા હતા. ગૌડાએ પત્ર લખીને રાજ્ય પાર્ટી પ્રમુખ બીવાય વિજયેન્દ્ર પાસે ફરિયાદ પણ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube