અમિત શાહ સનાતન હિન્દું છે: સિદ્ધરમૈયાનાં નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર
અમિત શાહે સિદ્ધરમૈયા પર બિન હિન્દુ હોવાનો આરોપ લગાવ્યો હતો જેનો વળતો હૂમલો કરતા સિદ્ધરમૈયાએ નિવેદન આપ્યું હતું
બેંગ્લોર : કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધરમૈયા તરફથી અમિત શાહને બિન હિન્દુ કહેવામાં આવતા ભાજપ ભડકી ઉઠ્યું છે. આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વળતો પ્રહાર કર્યો છે. પ્રકાશ જાવડેકરે પ્રદેશમાં ચૂંટણી વાતાવરણ વચ્ચે કોંગ્રેસ નેતાઓ દ્વારા અમિત શાહને બિન હિન્દુ લેખાવવામાં આવવાનાં પગલાને નિંદનિય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ એ સ્તર છે જેનાં પર કોંગ્રેસ આગળ વધી રહ્યું છે, તેમણે કહ્યું કે, અમિત શાહ એક સનાતન હિન્દું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શુક્રવારે (20 એપ્રીલ)નાં રોજ મીડિયા સાથે વાત કરતા સિદ્ધરમૈયાએ કહ્યું હતું કે, અમે કોઇ પણ પાર્ટી સાથે ગઠબંધન નહી કરીએ. અમારી પાર્ટી એક ધર્મનિરપેક્ષ રાજનીતિક પાર્ટી છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન સિદ્ધરમૈયાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. સિદ્ધરમૈયાએ કહ્યું હતું કે, અમિત શાહ પોતાને ભેલ હિન્દુ ગણાવી રહ્યા હોય પરંતુ તેઓ જૈન સમુદાયમાંથી આવે છે. શાહ સત્ય બધાથી છુપાવી રહ્યા છે. તેમણે અમિત શાહને પડકાર ફેંકતા કહ્યું કે, જો તેઓ હિન્દુ હોય તો શું તે સૌની સામે આવીને સ્પષ્ટ રીતે પોતાનાં હિન્દુ હોવાની વાતનો સ્વિકાર કરી શકે છે.
કર્ણાટકમાં 12 મેનાં રોજ કર્ણાટકમાં મતદાન કરવામાં આવશે.
કર્ણાટકમાં 224 સીટો પર 12 મેનાં રોજ મતદાન કરવામાં આવશે અને 15 મેનાં રોજ ચૂંટણી પરિણામો પણ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં બે પાર્ટીઓ સત્તારૂઢ કોંગ્રેસ અને ભાજપે ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ શક્તિ લગાવી દીધી છે. ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, રાજનેતાઓ એક બીજા પર આરોપો લગાવતા જોવા મળી રહ્યા છે.